પવિત્ર હજયાત્રા અંગે કોરોનાને કારણે લાગેલ પાબંદીઓ હઠાવી લેવાઇ છે. ભારતીય હજ કમિટીએ ગુરૂવારે હજ એક્શન પ્લાનની જાહેરાત કરી દીધી. જો કે કોવિડ-૧૯ને કારણે આ વખતે હજયાત્રા માટે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. હજયાત્રા ૩૦થી ૩૫ દિવસની કરાઇ છે. એરપોર્ટની સંખ્યા પણ ઘટાડી દેવાઇ છે. હજ કમિટિ ઓફ ઇન્ડિયાના એક્શન પ્લાન મુજબ ૭ નવેમ્બરથી હજયાત્રા માટે ઓનલાઇન અરજી કરી શકાશે. છેલ્લી તારીખ ૧૦ ડિસેમ્બર છે. હાજીઓ માટેની વયમર્યાદા પણ ૧૮થી ૬૫ વર્ષ નક્કી કરાઇ છે. જ્યારે કોઇ પુરૂષ (મહેરમ) વિના હજ માટે જનારી મહિલાઓને મંજૂરી આપતા ૩-૩ના જૂથમાં અરજી કરવાની સુવિધા આપવામાં આવી છે. આવી મહિલાઓ માટે ૫૦૦ બેઠકો અનામત રખાઇ છે. અરજીની સાથે હજયાત્રાએ જવા માગતા લોકોએ પાસપોર્ટ, ફોટોગ્રાફ્સ, બેન્કમાં જમા રકમની રિસિપ્ટ સાથે પોતાનું સરનામું અપલોડ કરવાનું રહેશે. ફોર્મ ભરતી વખતે અરજદારે પોતાનો મોબાઇલ નંબર રાખવાનો રહેશે. જેના પર OTP નંબર નાંખ્યા પછી ફોર્મ ભરવાની પ્રક્રિયા પુરી થશે. આ વખતે સંપૂર્ણ વ્યવસ્થા ડિજિટલી હોવાથી દસ્તાવેજ અપલોડ કર્યા બાદ રાજ્યની હજ કમિટિની ઓફિસે કોઇ પણ પેપર જમા કરાવવાની જરૂર રહેશે નહીં. એક્શન પ્લાન મુજબ મેડિકલ સર્ટી જમા કરવાની છેલ્લી તારીખ એક જાન્યુઆરી છે. પ્રથમ હપ્તો જમા કરવાની છેલ્લી તારીખ ૧ માર્ચ, પૈસા જમા કરાવવાની છેલ્લી તારીખ ૨૬ એપ્રિલ ૨૦૨૧ હશે. ૧૫-૧૬ મેના રોજ વેક્સિન કેમ્પમાં યાત્રીઓને રસી અપાશે. ૨૬ જૂને હાજીઓની સરઉદી અરબમાં રવાનગી શરૂ થશે. છેલ્લી ફ્લાઇટ ૧૩ જુલાઇએ રહેશે. હજ ૧૯ જુલાઇ ૨૦૨૧ના રોજ થશે. ત્યારબાદ ૧૪ ઓગસ્ટથી હાજીઓ ભારત પરત આવવાની શરૂઆત થશે. ઉપરાંત આ વખતે ડ્રોમાં પસંદ કરાયેલા હાજીઓએ પ્રથમ હપ્તો ૮૧૦૦૦ને બદલે ૧,૫૦,૦૦૦ જમા કરાવવાનો રહેશે. એરપોર્ટ પર ૨૧૦૦ રીયાલને બદલે ૧૫૦૦ રીયાલ અપાશે. દેશના એરપોર્ટની સંખ્યા પણ ૨૧ને બદલે ઘટાડીને માત્ર ૧૦ જ કરી દેવાઇ છે. તેથી ડ્રોમાં નંબર લાગવાની શક્યતા ઘટી જશે.
હજ (HAJ 2021) કમિટિનો એક્શન પ્લાન હજ ૨૦૨૧ની પોલિસીમાં કરાયા ફેરફાર
અરજી કરવાની તારીખ ૭ નવેમ્બર, ૨૦૨૦
અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦ ડિસેમ્બર, ૨૦૨૦
હાજીઓનો ડ્રો જાન્યુઆરી , ૨૦૨૧
એડવાન્સ હપ્તો ૧, માર્ચ, ૨૦૨૧
એડવાન્સ ભરવાની છેલ્લી તારીખ ૨૬ એપ્રિલ, ૨૦૨૧
વેક્સિન કેમ્પમાં કોરોના રસી ૧૫-૧૬ મે, ૨૦૨૧
પ્રથમ ફ્લાઇટ ૨૬ જૂન, ૨૦૨૧
છેલ્લી ફ્લાઇટ ૧૩ જુલાઇ,૨૦૨૧
હજયાત્રા શરૂ ૧૯ જુલાઇ, ૨૦૨૧
હાજીઓની પરત ફ્લાઇટ ૧૪ ઓગસ્ટ૨૦૨૧
હજયાત્રા ૨૦૨૧ ૩૦થી ૩૫ દિવસ
એરપોર્ટની સંખ્યા ઘટાડાઇ ૨૧ને બદલે ૧૦
હજ એડવાન્સની રકમ વધારી ૮૧,૦૦૦ને બદલે ૧,૫૦,૦૦
હાજીઓની મહત્મ વય ઘટાડી ૬૫થી વધુ વય માટે પ્રતિબંધ
એરપોર્ટ પર રિયાલ ઘટાડ્યા ૨૧૦૦ને બદલે ૧૫૦૦ રિયાલ
Recent Comments