(એજન્સી)
તા.ર૪
સિરાજ આજે હૈદરાબાદ પહોંચતા જ તાત્કાલિક કબ્રસ્તાન ગયા. ત્યારબાદ તે પોતાની મમ્મીને મળ્યા જે ઈદ્દતમાં છે. તેમના ભાઈ ઈસ્માઈલ મુજબ કબ્રસ્તાનમાં તેમણે પોતાના વાલીદને ખિરાજે અકીદત રજૂ કરી. અહીં તેમના એક મિત્ર મોહમ્મદ શફી પણ સાથે હતા. તેમણે જણાવ્યું કે સિરાજની આંખમાં એક તકલીફ સ્પષ્ટ દેખાઈ રહી હતી. મોંઢા પર તણાવ હતો. દેશના હીરો બની ચૂકેલા સિરાજની સફળતાને ના તેમના પિતા ગૌસ મોહમ્મદ જોઈ શક્યા અને ના તો સિરાજ પોતાના પિતાને અતિમ વખત જોઈ શકયો. આ સિરાજને મળેલી સફળતાની વચ્ચેની ત્રાસદી છે. સિરાજના પિતા આજે આ પણ જોઈ ના શકયા કે તેમના પુત્રના આવવાની આખું શહેર રાહ જોઈ રહ્યું છે. આજે તે રસ્તાઓ પણ સિરાજના સ્વાગત માટે તરસી રહ્યા હતા. જેની પર ક્યારેક સિરાજના પિતાએ રિક્ષા ચલાવીને સિરાજને ક્રિકેટ રમાડવા માટે મહેનત કરી હતી. હૈદરાબાદ પહોંચીને સિરાજે જણાવ્યું કે તેમની તમામ વિકેટ તેમના પિતાને સમર્પિત છે.
સિરાજના હૈદરાબાદ આવવા સુધી એરપોર્ટથી લઈને તેમના ઘર સુધી અને કબ્રસ્તાન સુધી સિરાજની આસપાસ મીડિયાની ભીડ હતી. ડઝનો કેમેરા હતા. બસ તેમના પિતા ન હતા. કાશ તેમના પિતા આ બધું જોતા, મમ્મી પણ આ બધું જોઈ શકી નહીં તે પણ ઈદ્દતમાં બેઠી છે. બે મહિના પહેલા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જનારા આ સિરાજ તે સિરાજ ન હતા. આ બે મહિનામાં તેમણે તદ્દન અલગ વિશ્વ જોઈ લીધું અને તેમનું જીવન તદ્દન બદલાઈ ગયું. તેમના ભાઈ ઈસ્માઈલે જણાવ્યું કે મારા પિતાનું સ્વપ્ન હતું કે સિરાજ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં રમી પિતાનું સ્વપ્ન તો પૂરૂં થયું પરંતુ તે આ જોઈ શક્યા નહીં.
ર૩ વર્ષના મોહમ્મદ સિરાજ ઓસ્ટ્રેલિયાની હાલમાં પૂર્ણ થયેલી ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય ઝડપી બોલર છે. તેમણે આ સિરીઝની ત્રણ મેચોની ૧૩ વિકેટ લીધી અને નિર્ણાયક અંતિમ ટેસ્ટ મેચમાં ગાબાના મેદાન પર બીજી ઈનિંગમાં તેમના દ્વારા લેવામાં આવેલ પાંચ વિકેટ અદ્‌ભુત હતી. આ જ જીતનો આધાર પણ બન્યા. રમતના હિસાબથી આ ખૂબ જ સામાન્ય વાત છે પરંતુ તે ઉપરાંત ઘણું બધું એવું છે જેના કારણે સંપૂર્ણ દેશમાં સિરાજની પ્રશંસા થઈ રહી. તેમના વિશે વાત થઈ રહી છે અને તેમને એક રોલ મોડેલ બતાવવામાં આવી રહ્યા છે.
ચાર ટેસ્ટ મેચની ઈજા અને બીજી સમસ્યાઓથી પીડાઈ રહેલી ભારતીય ક્રિકેટ ટીમના તમામ યુવા ખેલાડીઓએ અદ્‌ભુત પ્રદર્શન કર્યું. ટોચના ૮ ખેલાડી ટીમમાંથી બહાર થઈ ગયા અને ખેલાડીઓએ હાર ના માનવાના જુનૂનની સામે ઓસ્ટ્રેલિયા જેવી ટીમને તેમના જ ઘરમાં હરાવી દીધી. ખાસ કરીને અંતિમ ટેસ્ટ મેચમાં આશાની તદ્દન વિરૂદ્ધ જઈને અનુભવહીન પંરતુ ઉત્સાહભર્યા ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાને હરાવી ગાવસ્કર બોર્ડર ટ્રોફીને જીતી લીધી. ટીમના આ પ્રદર્શનની વચ્ચે ઝડપી બોલર મોહમ્મદ સિરાજ સૌથી મોટા નાયક બનીને ઊભર્યા. માત્ર બે ટેસ્ટના અનુભવની સાથે તેમણે ભારતની બોલિંગને લીડ કરી. ગુરૂવારે સવારે તે હૈદરાબાદ પહોંચ્યા તો તેમના ઘર મહામારીના કારણે ભીડ તો નહતી પરંતુ લોકોની અવરજવર સતત વધી રહી હતી. હૈદરાબાદના સ્થાનિક સામાજિક કાર્યકર્તા મહમ્મદ શફીએ જણાવ્યું કે આમ તો હૈદરાબાદે મોહમ્મદ અઝહરૂદ્દીન, સાનિયા મિર્ઝા અને વીવીએસ લક્ષ્મણ જેવા મોટા ખેલાડી જોયા છે. પરંતુ મોહમ્મદ સિરાજ જેવું સન્માન અને પ્રેમ તેમણે તો જોયો નથી. તેનું પોતાનું મહત્ત્વ છે. સિરાજની વાર્તા તદ્દન અલગ છે તે એક ખૂબ જ ગરીબ પરિવારથી આવ્યો, તેમના પિતા આ જ રસ્તાઓ પર રિક્ષા ચલાવતા હતો તેમના પિતાનું તેમની પ્રથમ સિરીઝમાં જ મોત થયું. તે તણાવમાં હતા. તેમની પર જાતીય ટિપ્પણી થઈ. વારંવાર થઈ પરંતુ તે તૂટ્યા નહીં. તેમણે તમે માત્ર એક સામાન્ય ખેલાડી નથી કહી શકતા તો એક એવી વ્યક્તિ છે જે અંદરથી પણ લડી રહ્યા હતા અને બહરથી પણ. સ્થિતિ જો યોગ્ય ન પણ હોય તો પણ નિષ્ઠાથી લડવું જોઈએ આ આપણે સિરાજથી શીખવું જોઈએ. તે એટલા માટે જ સ્પેશ્યલ છે. સિરાજ સિડની ટેસ્ટમાં રાષ્ટ્રગીત ગાતા સમયે પોતાની ભાવનાઓ પર અંકુશ રાખી શકયા નહીં અને રડી પડ્યા હતા. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે તેમને પોતાના પિતાની યાદ આવી ગઈ હતી કે કદાચ તેમના પિતા તેમને આજે દેશ માટે રમતા જુએ.
‘‘મિયાં’’ભાઈના નિક નેમવાળા સિરાજ અંગે એક અલગ પ્રકારની વાત પણ થઈ રહી છે. તેમનાથી ખાસ કરીને મુસ્લિમ યુવાનોને પ્રેરણા લેવાનું કહેવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે વર્તમાન સ્થિતિમાં મુસ્લિમ યુવાનોમાં નિરાશાનું વાતાવરણ છે અને તેમણે સિરાજને રોલ મોડલ માનીને તેનાથી શીખવું જોઈએ કે સ્થિતિ કેવી પણ હોય તે નાયક હોય શકે છે. મુસ્લિમ મામલાઓના જાણકાર મોહમ્મદ ઉંમર એડવોકેટ કહે છે કે સિરાજ પર એકથી વધુ વખત જાતીય ટિપ્પણી કરવામાં આવી હતી. તે પોતાના પિતાને ગુમાવી ચૂક્યા હતા. તેમના સિનિયર ખેલાડી ઈજાગ્રસ્ત હતા અને ઓછા સમયમાં તેમના ખભાઓ પર ટીમની બોલિંગનો ભાર હતો. તેની સાથે તેની પર આ પણ દબાણ હતું કે જો તે સારૂં ના રમી શકયા તો ફરી પરત આવી શકશે નહીં. આટલા દબાણ પછી તેમણે જુસ્સો જાળવી રાખ્યો. આજે મુશ્કેલીઓની વચ્ચે મુસ્લિમ યુવાનોએ બાનાબાજીથી બચીને પરિસ્થિતિઓના રોદડા રડવાનું બંધ કરી નકારાત્મકતાનો ત્યાગ કરવો જોઈએ અને પોતાનું સર્વશ્રેષ્ઠ આપવું જોઈએ. સિરાજે આ ઉદાહરણ આપ્યું છે.