(એજન્સી) તા.૩
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે અંતે પોતાની રાજકીય પાર્ટી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ વર્ષે ૩૧ ડિસેમ્બરે રજનીકાંત પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત કરશે અને પછી આવતા વર્ષે જાન્યુઆરીમાં તેને લોન્ચ કરશે. આ જાણકારી ખુદ રજનીકાંતે ટિ્વટ કરીને આપી છે.
રજનીકાંતની રાજકારણમાં આવવાની ઘણા દિવસોથી ચર્ચા હતી. તમિલનાડુમાં એપ્રિલ-મે ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ગત મહિને રજનીકાંતે કહ્યું હતું કે, ૨૦૧૬માં અમેરિકામાં તેના ગુર્દા પ્રતિરોપણ થઈ ચૂક્યું છે અને કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા તબીબ રાજકારણમાં તેના પ્રવેશ વિરૂદ્ધ હતા.
રજનીકાંતે આ જાહેરાત પોતાના સ્ટેજ રજની મક્કલ મંડલમના સીનિયર અધિકારીઓ સાથે મુલાકાતના એક દિવસ પછી કરી છે. બુધવારે રજનીકાંતે કહ્યું હતું કે, તે ચૂંટણી રાજકારણ માટે પોતાની યોજનાઓ પર જલ્દી ખુદ નિર્ણયની જાહેરાત કરશે.
રજનીકાંતે સોમવારે પોતાના ફોરમના ઓફિસર્સ સાથે પોતે રાજકીય પાર્ટી બને તો કેવું રહેશે તે વાત પર ચર્ચા કરવા માટે મીટિંગ કરી હતી. તેમની આ બેઠક ચેન્નઈમાં રાઘવેન્દ્ર મંડપમમાં રજની મક્કલ મંડરમના જિલ્લા સચિવો સાથે થઈ હતી. રજની મક્કલ મંડરમના પ્રતિનિધિઓ સાથે રજનીકાંતે જ્યારે ૨૦૨૧માં રાજ્યની ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો ત્યારે સુપરસ્ટારે તે લોકોને ધીરજ ધરવા કહ્યું હતું અને આ મુદ્દે કોઈ નિર્ણય લઈ જ લેવો જોઈએ તેવું કહ્યું હતું.
બેઠકમાં તે વાત પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો કે પોતાની પાર્ટી બનાવીને રાજનીતિમાં એન્ટ્રી કરે તો, સૂત્રોના કહ્યા મુજબ રજનીકાંતે કહ્યું કે, જિલ્લા પ્રમુખ સંતોષકારક કામ નથી કરી રહ્યા. જો તમે પરિશ્રમ કરશો તો જ આપણે આગળના સ્તર પર જઈ શકીશું. પાર્ટીની શરૂઆત કરવાનો નિર્ણય હું લઈશ.
કેટલાક ઓફિસર્સનું કહેવું છે કે, રજનીકાંત પાસે વિજય પ્રાપ્ત કરવાની આ સુવર્ણ તક છે, તે જલ્દી જ પોતાનું પોલિટીકલ કરિયર શરૂ કરી શકે છે. આ બેઠક રજનીકાંતના એક નિવેદન બાદ થઈ હતી જેમાં તેમણે કહ્યું હતું કે, સાચો સમય આવવા પર હું રજની મક્કલ મંડરમના ઓફિસર્સ સાથે વિચાર કર્યા બાદ પોલિટીકલ પાર્ટી વિશે જાણકારી આપીશ.
Recent Comments