(એજન્સી) તા.રર
પેલેસ્ટીની જૂથ હમાસે રવિવારે યુ.એ.ઈ. પર આરોપ લગાવ્યો હતો કે તે ઈઝરાયેલી કબજાને સમર્થન આપીને પેલેસ્ટીનીઓના અધિકારોના ઉલ્લંઘનને ટેકો આપી રહ્યું છે. હમાસના પ્રવક્તા સામી અબુ ઝુહરીએ ટિ્‌વટર પર જણાવ્યું હતું કે, કેટલાક અમિરાતી અધિકારીઓએ ઈઝરાયેલી કબજાની મુલાકાત લીધી અને તે દરમ્યાનમાં આપેલા નિવેદનો, સપાટીની રેખા પાર કરી ગયા અને વસાહતો અને કબજા માટે યુએઈના અમર્યાદિત સમર્થનને પ્રતિબંબિત કરતા હતા. તેમણે આગળ કહ્યું કે, આવા નિવેદનોથી પેલેસ્ટીની અધિકારો વિરૂદ્ધ યુએઈની કબજા સાથેની સંમતિ અને આ વિસ્તારના લોકોના હિતમાં તેની સંડોવણીની પુષ્ટિ થાય છે. ઈઝરાયેલ અને ઈઝરાયેલના કબજા હેઠળના ગોલાન હાઈટસની તાજેતરની મુલાકાતો દરમ્યાન અમિરાતી અને બેહરીની અધિકારીઓએ ઈઝરાયેલી નીતિઓને સમર્થન દર્શાવતા નિવેદનો આપ્યા હતા.