(એજન્સી) તા.૧૧
હમાસના પ્રતિનિધિમંડળે મોસ્કોમાં રશિયાના ઉપવિદેશ મંત્રી સાથે પલેસ્ટીની સમાધાન અંગે ચર્ચા કરી હતી. શુક્રવારે તેઓએ પલેસ્ટીનના અંતર્ગત સમાધાન માટેના પ્રયત્નો વિશે ચર્ચા કરવા એક બીજાની મુલાકાત લીધી હતી. એક નિવેદન અનુસાર, મુસા અબુ માર્ઝૂકની આગેવાની હેઠળનું પ્રતિનિધિમંડળ મધ્યપૂર્વ અને આફ્રિકા માટે રશિયાના ખાસ રાષ્ટ્રપતિ પ્રતિનિધિ મિખાઈલ બોગદાનોવને મળ્યા. નિવેદનમાં આગળ હતું કે મુલાકાતીઓએ બોગદાનોવને તાજેતરની અંતર્ગત પેલેસ્ટીનની વાટાઘાટા અને સમાધાન પ્રક્રિયાને આગળ વધારવાના હમાસના પ્રયાસો અંગે સંક્ષિપ્ત આવી હતી. પ્રતિનિધિમંડળની મુલાકાતના મહત્ત્વને તરફ ધ્યાન દોરતા રશિયન અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પેલેસ્ટીનના લોકો વચ્ચેના વિભાજનને સમાપ્ત કરવાના પ્રયત્નોને ટેકો આપવાના રશિયાના વલણની પણ બોગદાનોવે પૃષ્ટિ કરી હતી અને સાથે-સાથે અમેરિકા દ્વારા પ્રસ્તાવિત ‘કહેવાતો’ ‘સદીાો કરાર’ અથવા શાંતિ કરારને તેમના દેશ દ્વારા નકારી કાઢાયા હોવાની પણ પુષ્ટિ કરી હતી. નિવેદન મુજબ બાંગદાનોવે પુનરાવર્તન કરતા કહ્યું કે અમેરિકાની આ યોજના સત્રમાં શાંતિ અને સલામતી પ્રાપ્ત કરવાના સમાધાનનું પ્રતિનિધિત્વ કરતી નથી. ફેબ્રુઆરી ર૦૧૯માં મોસ્કોએ ૧ર પેલેસ્ટીની જૂથો માટે પેલેસ્ટીનના આંતરિક વાટાઘાટોને પ્રાયોજિત કરી હતી. જેમાં તેઓ યુએસ દ્વારા કહેવાતી મધ્યપૂર્વ શાંતિ યોજનાનો સામનો કરવા માટે સંમત થયા હતા. ફતાહ અને હમાસે સપ્ટેમ્બરમાં તુર્કીમાં પણ વાતચીત કરી હતી. જે દરમિયાન તેઓ વિધાનસભા અને રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીઓ યોજવા સંમત થયા હતા.
ર૦૦૭ના મધ્યમાં ઘણા દિવસો સુધી ઘર્ષણ થયા પછી હમાસે ફતાહ પાસેથી ગામા પટ્ટી ઉપર કબજો મેળવી લીધો હતો, ત્યારબાદ આ બંને પેલેસ્ટીની જૂથો વચ્ચે પરસ્પર મતભેદ ચાલી રહ્યો છે.