(એજન્સી) તા.૭
પેલેસ્ટીની પ્રતિરોધ આંદોલન હમાસે મંગળવારે બૈરૂતમાં એક મોટા વિસ્ફોટને ધ્યાનમાં રાખતા પોતાના લેબેનોની ભાઈઓને રક્તદાન કરવા માટે લેબેનોનમાં પેલેસ્ટીન શરણાર્થીઓને બોલાવ્યા.
લેેબેનોનમાં હમાસના પ્રતિનિધિ અહેમદ અબ્દુલ હાદીએ પેલેસ્ટીનીઓ માટે વિસ્ફોટથી પ્રભાવિત લેબેનોની નાગરિકો પ્રત્યે પોતાના કર્તવ્યોને પૂરા કરવા માટે એક તત્કાલ કોલ મોકલ્યો. લેબેનોનના આરોગ્ય મંત્રાલયે મંગળવારે સાંજે પોર્ટ ઓફ બૈરૂતમાં મોટા પાયા પર વિસ્ફોટ થયો અને ઓછામાં ઓછા ૧૧૩ લોકોનાં મોત થયા છે. તેમજ ૪૦૦૦થી વધુ ઘાયલ થયા છે. લેબેનોનના વડાપ્રધાન હસન દીબે બુધવારે બંદરની આસપાસના વિસ્તારમાં વિસ્ફોટ પછી રાષ્ટ્રીય શોકનો દિવસ જાહેર કર્યો. વિસ્ફોટથી આસપાસના વિસ્તારમાં ભારે નુકસાન થયું, જેનાથી શહેર પર ધુમાડાની ચાદર પથરાઈ ગઈ હતી. વિસ્ફોટના કારણ અત્યાર સુધી જાણી શકાયા નથી અને લેબેનોનના રાષ્ટ્રપતિ મિશેલ એઉને જાહેરાત કરી કે દુઃખદ ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. લેબેનોનના સૂચના મંત્રી મેનલ અબ્દુલ સમદ નજદે જાહેરાત કરી કે અમે વિસ્ફોટ માટે જવાબદાર પક્ષની તપાસ કરી રહ્યા છીએ.