(એજન્સી) તા.૬
અખાત રાજ્યો દ્વારા દોહા પર ચૂકાયેલી લગભગ ચાર વર્ષની ઘેરાબંધીનો અંત લાવી દેવાની જાહેરાત પછી હમાસે ગઈકાલે સઉદી અરેબિયા અને કતારને અભિનંદન પાઠવ્યા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, અમને આશા છે કે અખાતમાં સંકટ, સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે અને અખાત રાજ્યો વચ્ચેની એકતા ફરીથી પુનઃસ્થાપિત થઈ જશે. અરબની સ્થિતિ અને વલણને મજબૂત બનાવવામાં આ ફાળો આપશે. નિવેદનમાં આગળ હતું કે આ ખુશહાલ પ્રસંગે અમે તમામ વિવાદાસ્પદ મુદ્દાઓ પર સંમત થવા અને બધા ઝઘડા અને તકરારનો ઉકેલ લાવવા વધુ આંતરિક અરબ સંવાદની હાકલ કરીએ છીએ. અંતમાં હતું કે છેવટે હવે અમને આશા છે કે ર૦ર૧નું વર્ષ પેલેસ્ટીની સંઘર્ષને સમાપ્ત કરવાનું અને ઉમ્મતના બધા દેશો વચ્ચે એકતાને ફરી સ્થાપવાનું વર્ષ હશે. સઉદી, યુએઈ, બેહરીન અને ઈજિપ્તે ર૦૧૭માં કતાર સાથેના સંબંધો કાપી નાખ્યા હતા અને દોહા પર ‘આતંકવાદને ટેકો આપવા’ અને અખાતી સર્વસંમતિની અવગણના કરીને ઈરાન સાથે જોડાવવાનો અરોપ લગાવ્યો હતો. જો કે કતાર આ આરોપોને સ્વીકારતો નથી અને આગ્રહ કરે છે કે આ બહિષ્કાર, કતારના સાર્વભૌમત્વને નબળો પાડવાનો અને તેના રાષ્ટ્રીય (નિર્ણયોને નિયંત્રિત કરવાનો પ્રયાસ છે. આ પક્ષો વચ્ચે કુવૈતે મધ્યસ્થી દ્વારા સમાધાન કરાવીને જાહેરાત કરી હતી કે સઉદી, દોહા સાથે તેના હવાઈક્ષેત્ર, જમીન અને દરિયાઈ સરહદોને ફરીથી ખોલવા માટે સંમત થયું છે.