માંગરોળ, તા.રર
તાજેતરમાં માંગરોળ તાલુકાના હરસણી અને લીંબાડા ગ્રામ પંચાયતોમાં એક એક વોર્ડની જગ્યાઓ માટે ચૂંટણી યોજાઈ હતી.
માંગરોળ, મામલતદાર કચેરી ખાતે મતગણતરી કરવામાં આવી હતી. મત ગણતરી પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારી અંઝારાએ નીચે મુજબ પરિણામની જાહેરાત કરી હતી. જેમાં હરસણી ગામે ભાવનાબેન પ્રકાશભાઈ વસાવાને ૮૭ મતો જ્યારે હરીફ ઉમેદવાર રણજીત છેલિયા વાસાવાને માત્ર ૭ મત મળતા ભાવનાબેનનો ૮૦ મતોથી વિજય થયો છે. હરીફ ઉમેદવાર રણજીત વસાવાએ પોતાની ડિપોઝીટ ગુમાવવી પડી છે. જ્યારે લીંબાડા ગામે મહેન્દ્રસિંહ છત્રસિંદ ખૈરને ૧૬૭ મતો જ્યારે હરીફ ઉમેદવાર રાજેન્દ્રસિંહ ચંદ્રસિંહ ખૈરને ૧ર૬ મતો મળતા, મહેન્દ્રસિંહનો ૪૧ મતોથી વિજય થયો છે. જ્યારે પાંચ મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો છે.