(એજન્સી) પાનીપત, તા.૧૬
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી અડીને આવેલા પાનીપતમાં એક પીડાદાયક ઘટના સામે આવી છે. શહેરના રિષીપુર ગામમાં એક વ્યક્તિએ પોતાની પત્નીને એક વર્ષથી પણ વધુ સમયથી ટોયલેટમાં કેદ કરી રાખી હતી તેની માહિતી મળતા મહિલા સુરક્ષા અને બાળ વિવાહ અટકાવો અધિકારી રજની ગુપ્તાએ પોતાની ટીમની સાથે તેને બચાવી. ગુપ્તાએ જણાવ્યું કે, મને માહિતી મળી હતી કે, એક મહિલા એક વર્ષથી પણ વધુ સમયથી શૌચાલયમાં કેદ છે. હું પોતાની ટીમની સાથે ત્યાં પહોંચી. જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો અમે જોયું કે આ સત્ય છે. એવું લાગે છે કે, મહિલાએ અનેક દિવસથી ખાધું નથી તે ખૂબ જ નબળી હતી.
મહિલા અધિકારીએ જણાવ્યું કે, આ કહેવામાં આવી રહ્યું છે કે, પરંતુ આ સત્ય લાગતું નથી. અમે તેની સાથે વાત કરી, જેનાથી આ સ્પષ્ટ હતું કે તે માનસિક રીતે અસ્થિર નથી. અમે આ વાતનું સમર્થન નથી કરી શકતા કે તે માનસિક રીતે બીમાર છે કે નથી. પરંતુ તે શૌચાલયની અંદર બંધ હતી. અમે તેને બચાવી અને તેના વાળ ધોવડાવ્યા. અમે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરી છે હવે પોલીસ આગળની કાર્યવાહી કરશે.
ત્યાં પીડિતાના પતિએ જણાવ્યું કે, તે માનસિક રીતે બીમાર હતી. અમે તેને બહાર બેસવા માટે કહેતા હતા. પરંતુ તે ત્યાં બેસતી ન હતી. અમે તેને ડૉક્ટરો પાસે પણ લઈ ગયા પરંતુ તેની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહી.