મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની માલિકીના ઉત્પાદનો અને સુવિધાઓનો બહિષ્કાર કરવા ખેડૂતોના સંગઠન દ્વારા અપાયેલા આદેશો પછી ગુરૂવારે બપોરે સેેંકડો વિરોધીઓએ હરિયાણાના સોનીપતમાં સ્થિત એક રિલાયન્સ સ્માર્ટ શોરૂમને બંધ રાખવાની ફરજ પડી હતી. અદાણી વિરોધી અને અંબાણી વિરોધી નારા લગાવતા ખેડૂતોએ શોરૂમને ઘેરી લીધો હતો અને તેની આગળના ગેટ પણ ધરણા શરૂ કરી દીધા. જે શુક્રવાર સુધી ચાલશે. એમ કહીને મોદી સરકાર કોર્પોરેટર્સને ફાયદો પહોંચાડવા માટે ખેડૂત વિરોધી અને ગરીબ વિરોધી ફાર્મ કાયદાઓ લાવી છે. સરકાર જ્યાં સુધી આ કાયદાઓ રદ્દ કરશે નહીં ત્યાં સુધી ખેડૂતોએ વિરોધ પ્રદર્શન સ્થળ ન છોડવાની પ્રતિજ્ઞા લીધી છે. છારા એકતાના એક સભ્યએ કહ્યું કે, “આ કોર્પોરેટો ઘણા સમયથી ભારતના લોકોને લૂંટી રહ્યા છે અને જ્યારથી મોદી સરકાર સત્તા પર આવી છે. તેઓ વધુ ઘમંડી બની ગયા છે. અંબાણી એવું વર્તન કરે છે કે, જાણે તે દેશનો માલિક હોય.”