પશ્ચિમ રેલવે એલસીબીના પોલીસ અધિકારીની ઉમદા કામગીરી

અંકલેશ્વર, તા.૧૫
પશ્ચિમ રેલ્વે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરત ખાતે પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એન.એમ. તલાટીને લૂંટ અને ગુનાખોરી તેમજ ચોરીના ગુનાઓ આરોપીઓને શોધી કાઢવા તેમજ સિગ્નલને છેડછાડ કરી પેસેન્જર ટ્રેનોમાં યાત્રીઓના સામાનની ચોરી તથા લૂંટના બનાવોને અંજામ આપવાવાળી હરિયાણા રાજ્યની કુખ્યાત ગેંગને રેલ્વે પોલીસ ફોર્સ તથા જીઆરપી વડોદરાની સંયુક્ત ટીમે સફળતાપૂર્વક પર્દાફાશ કરી રૂા.૧૩,૮૭,૫૩૦ના કિંમતનો લૂંટનો સામાન કબ્જે લઈ ૪ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જે કાર્ય અંગે પશ્ચિમ રેલ્વે એલસીબી સુરતના પીએસઆઇ નાઝિમ એમ.તલાટીને રેલ્વે વિભાગ દ્વારા પ્રશંસાપત્ર તેમજ પશ્ચિમ રેલ્વે મુંબઈના જનરલ મેનેજર દ્વારા રોકડ ઈનામથી સન્માનીત કરાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે એન.એમ. તલાટી તથા તેમની ટીમ દ્વારા રેલ્વેમાં કેટલાય ગુનાઓનો પર્દાફાશ કરી અને ગુનેગારોને ઝડપી પાડવામાં સફળતા મેળવી હોવાનું કહેવાય છે.