પેરિસ,તા. ૪
અમેરિકાની ૨૩ વર્ષીય ટેનિસ સ્ટાર મેડિસન કિજ આ વખતે મોટા ઉલટફેર કરવાના મુડમાં દેખાઇ રહી છે. તેની શાનદાર આગેકુચ જારી રહી છે. વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઇનલમાં તે હવે પ્રવેશી ચુકી છે. વર્લ્ડ નંબર ૧૩ ખેલાડી કિજે પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચમાં રોમાનિયાની બુજાર્નેસ્કો પર જીત મેળવી હતી. કિજે આ મેચ ૬-૧, ૬-૪થી જીતી લીધી હતી. આની સાથે જ તે અંતિમ આઠમાં પ્રવેશ કરી ચુકી છે. મેચ બાદ નિવેદનમાં કિજે કહ્યુ હતુ કે તે હજુ વધારે સારી રમત રમવા માટે ઇચ્છુક છે. તેની સામે મોટા પડકારનો દોર હવે શરૂ થનાર છે. વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં સ્ટાર ખેલાડીઓની આગેકૂચ જારી રહી છે. ગયા વર્ષે પુરુષોના વર્ગમાં રાફેલ નડાલ અને મહિલાઓના વર્ગમાં જેલેના ઓસ્તાપેન્કો વિજેતા બની હતી. આ વખતે ઇનામી રકમ ૩૯૧૯૭૦૦૦ રાખવામાં આવી છે. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં ચેમ્પિયન બનેલી મારીયા શારાપોવા વર્ષ ૨૦૧૬માં ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમી ન હતી પરંતુ ૨૦૧૭માં રમી હતી અને આ વખતે પણ તે આશાવાદી દેખાઈ રહી છે. આ ઉપરાંત યુવા આશાસ્પદ ખેલાડી સીમોના હેલેપ પણ મેદાનમાં ઉતરી છે. અને તેની પાસેથી સારા દેખાવની અપેક્ષા કરવામાં આવી રહી છે. સીમોના ૨૦૧૪માં પેરિસમાં રનર્સઅપ રહી હતી. આ વખતે સેરેના વિલિયમ્સ લાંબા સમય બાદ મેદાનમાં પરત ફરી છે. પૂર્વ વિજેતા જોકોવિક પણ મેદાનમાં છે જે આ વખતે ૨૨માં ક્રમાંકિત ખેલાડી તરીકે છે. ડ્રો ખુબ જ રોમાંચક રહ્યાબાદ ઉત્સુકતા વધી ગઈ છે. બે વખતની વિજેતા અને ગ્લેમર ગર્લ શારાપોવા, અજારેન્કા પણ આશાવાદી દેખાઈ રહી છે. ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં તમામ સ્ટાર ખેલાડી હાલમાં મેદાનમાં છે. સ્પેનની મુગુરુઝાએ ગઇકાલે તેના પ્રથમ રાઉન્ડની મેચ સરળતાથી જીતી લીધી હતી.