સુરેન્દ્રનગર, તા.રર
સરાગામના નટુભા વાધુભા સિસોદીયાના મોટા પુત્ર ધર્મેન્દ્રસિહને ગૃહપતિ અને અજીતસિહને હળવદ પોલીસમાં નોકરી મળતા સમગ્ર પરિવાર થોડા સમય થી હળવદ ખાતે રહેવા ગયેલ હતો.
ધર્મેન્દ્રસિહ ઉર્ફે ભાવેશભાઇનો મિલનસર અને માયાળુ સ્વભાવને કારણે હળવદ આવેલ કવિ દુલા ભાયા કાગ હોસ્ટેલમા રહેતા વિદ્યાર્થીઓમા પ્રિય હતા. શાળામા અભ્યાસ કરેલા ભુતપુર્વ વિદ્યાર્થીને નોકરી મળતા તેની ખુશાલીમા હોટલમા જમવાની પાર્ટી આપતા વિદ્યાર્થીમિત્રોના અતિઆગ્રહને કારણે રોજ રાત્રીના સમયે ગયેલ હતા ધરે પરત ફરતા રોડ ક્રોસ કરી રહયા હતા. ત્યારે માતેલા સાંઢની માફક આવતા એક અજાણ્યા વાહને જોરદાર ઠોકર મારતા ધર્મેન્દ્રસિહ ફંગોળાઇ જતા તેમના માથાના ભાગમા ગંભીર ઇજા થતા તેમનુ ધટના સ્થળેજ મૃત્યુ થયુ હતુ. જેની જાણ તેમના પરિવાર જનો અને પોલીસને થતા લાશને પી એમ અર્થે સરકારી દવાખાને લઇ જવાઇ હતી. બનાવની જાણ સરાગામે વાયુવેગે ફેલાતા રાજપુત સમાજ
તેમજ સ્નેહી આપ્તજનોમા થતા ભારે ગમગીની છવાઇ હતી તેમનો મૃતદેહ સરા લાવતા સમગ્ર ગામ શોકાતુર બની ગયુ હતુ સવારે તેમની અંતિમયાત્રામા સમગ્ર ગામ જોડાયુ હતુ વેપારી ઓએ પણ ધંધા એકમો બંધ પાળી શોકની લાગણી વ્યકત કરી હતી.