(એજન્સી) તા.ર૯
બોલીવુડ અભિનેતા ઈરફાનખાનનું પ૩ વર્ષની ઉંમરે બુધવારે અવસાન થયું છે. કોલન ઈન્ફેકશનના કારણે ઈરફાનખાનને મુંબઈના કોકિલાબેન હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફિલ્મ નિર્માતા શુજીત સરકારે ઈરફાનખાનના મૃત્યુના સમાચાર વિશે એક પોસ્ટ શેર કરી માહિતી આપી હતી. ઈરફાનખાનના મૃત્યુથી સંપૂર્ણ બોલીવુડમાં શોકની લહેર દોડી ગઈ છે. ટ્‌વીટર પર ફિલ્મ નિર્માતા અનુભવ સિંહાએ લખ્યું કે, અત્યારે તો ટાઈમ આવ્યો હતો મારા ભાઈ. અત્યારે તો તું કેટલું કામ કરતો જે ઈતિહાસમાં લખવામાં આવતું. શું યાર ? થોડી તાકાત વધુ લગાવતો ભાઈ. તે લગાવી તો હશે જ. બરાબર છે. જા આરામ કર. બે વર્ષ ઘણું લડયો તું. થાકી પણ ગયો હઈશ. એક વાર તો બેસવું જોઈતું હતું. આપણે બધા દારૂ પીતા. પરંતુ આપણે બેસ્યા નહીં. ખાનને સલામ. જણાવી દઈએ કે ઈરફાનખાનનો જન્મ જયપુરમાં ૭ જાન્યુઆરી ૧૯૬૭માં થયો હતો. તેમના પિતાનું પહેલાં જ અવસાન થઈ ગયું હતું. માં થોડાક દિવસ પહેલાં જ દુનિયા છોડીને જતી રહી. ઈરફાનખાને માત્ર દેશમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રસિદ્ધિ મેળવી હતી. તેમણે હોલીવુડ ફિલ્મો સ્લમડોગ મિલેનિયર, લાઈફ ઓફ પાઈ જેવી બ્લોક બસ્ટર ફિલ્મોમાં અદ્દભૂત અભિનય કર્યો અને સંપૂર્ણ વિશ્વમાં ભારતનું નામ પ્રસિદ્ધ કર્યું. ઈરફાનખાનને તેમના દમદાર અભિનય માટે હંમેશા યાદ રાખવામાં આવશે. પંકજ ત્રિપાઠીએ ટ્‌વીટ કર્યું કે કયારેય ભાવનાઓ દર્શાવવી સંભવ નથી. હોઈ શકતું તે જ થઈ રહ્યું છે ઈરફાન દા.
આમીરખાને આપી શ્રદ્ધાંજલિ
અમારા પ્રિય સહયોગી ઈરફાન વિશે સાંભળીને ઘણું દુઃખ થયું. કેટલો દુઃખદ અનુભવ છે. એવી અદ્દભૂત પ્રતિભા. તેમના પરિવાર અને મિત્રો પ્રતિ મારી હાર્દિક સંવેદના. તમે તમારા કામથી જીવનમાં ખુશી લાવી છે તે માટે આભાર. તમને હંમેશા યાદ રાખવામાં આવશે. અમિતાભ બચ્ચને ટ્‌વીટ કરતા લખ્યું કે, ખૂબ જ દુઃખદ સમાચાર સાંભળવા મળ્યા છે. અદ્દભૂત અભિનય, કળા અને દુનિયાને પોતાના અભિનયથી ખુશ કરનારા ઈરફાનખાન આજે આપણી વચ્ચે નથી રહ્યા તેમની માટે દુઆ.
અનિલ કપૂરે આપી શ્રદ્ધાંજલિ
અનિલ કપૂરે દુઃખ વ્યક્ત કરતાં લખ્યું આ સાંભળીને કે આપણે ઈરફાનખાનને ગુમાવી ચૂકયા છીએ. ઘણું દુઃખ થયું. હું સોનમની સારસંભાળ રાખવા માટે હંમેશા તેમનો આભારી રહીશ. જ્યારે તેમણે એક સાથે કામ કર્યું હતું તે બધા માટે પ્રેરણા હતા. એક ઉલ્લેખનીય અભિનેતા, બેજોડ પ્રતિભા અને એક મહાન વ્યક્તિ હતા. અનુષ્કા શર્માએ લખ્યું કે, એક અભૂતપૂર્વ અભિનેતા તેમણે પોતાના જીવન માટે સંઘર્ષ કર્યો પરંતુ દુઃખની વાત આજે અમને છોડી ગયા. નેહા કક્કડે લખ્યું હું પોતાને અને પોતાના પરિવારને ખુશ રાખવાનો પૂરો પ્રયાસ કરી રહી છું. પરંતુ હવે પોતાની ભાવના વ્યક્ત કરવી જોઈએ કે ને ર૦ર૦થી નફરત છે. આ વર્ષની શરૂઆતથી માત્ર ખરાબ સમાચારો સાંભળવા મળી રહ્યા છે. આજે આપણે એક સ્ટારને ગુમાવી દીધા જે અબજોમાં હતા. મહેશ બાબુએ લખ્યું ઘણું દુઃખ થયું આ સમાચાર સાંભળીને એક અદ્દભૂત અભિનેતા ઘણા જલ્દી જતા રહ્યા. તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. તે ઉપરાંત કરણ જોહર ફિલ્મ મેકર શુજીત સરકારે પણ શ્રદ્ધાંજલિ આપી હતી.