સિડની, તા.૩૧
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન ડેવિડ વોર્નરે બોલ ટેમ્પરીંગ મામલામાં માફી માંગી છે. સિડનીમાં શનિવારે પત્રકાર પરિષદમાં વોર્નરે ભાવુક થઈને બોલ ટેમ્પરીંગ માટે દુઃખ વ્યક્ત કર્યું. તેણે જો કે રમતમાંથી સંન્યાસની સંભાવનાનો ઈન્કાર કરી દીધો અને સાથે જ શપથ લીધા કે ઓસ્ટ્રેલિયન પ્રજાની માફી માંગવા માટે તે કંઈપણ કરવા તૈયાર છે. તેણે કહ્યું કે તેને આશા છે કે તે ૧ર મહિનાના પ્રતિબંધ બાદ એકવાર ફરી ઓસ્ટ્રેલિયા માટે રમશે. તેણે સાથે જ કહ્યું કે મારા મગજમાં ક્યાંકને ક્યાંક આ વાત છે કે એક દિવસ મને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે પણ કદાચ એવું બને કે તે દિવસ હવે ક્યારેય ના આવે, બોલ ટેમ્પરીંગ મામલામાં વોર્નરને પોતાના પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. આ સાથે જ ૧ર મહિનાનો પ્રતિબંધ પણ લાગ્યો. આ ઉપરાંત આઈપીએલમાંથી પણ બહાર થઈ ગયો. પુરી પત્રકાર પરિષદ દરમ્યાન વોર્નર સતત માફી માંગતો રહ્યો. વોર્નરે જો કે એ સ્પષ્ટતા કરી નહીં કે તે સજા વિરૂદ્ધ અપીલ કરશે કે નહીં.