ભારત અને ચીન વચ્ચે એલએસીને લઈને વધી રહેલા તણાવને કારણે વાતાવરણ તંગ બની ગયું છે. આ દરમિયાન કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટિ્‌વટ કરીને લખ્યું કે, હવે ક્યા ગઇ ૫૬ ઇંચની છાતી. કપિલ સિબ્બલે ટિ્‌વટ કરીને લખ્યું છે કે, બે ચહેરાઓનું રાજકારણ, મોદીજી યુપીએ પર આરોપ લગાવતા હતા કે, અમે ચીનને લાલ આંખ કેમ નથી બતાવતા જ્યારે તે એલએસી પાર કરે છે, મોદીજી તમે લદાખમાં ચીનને લાલ આંખ બતાવવામાં કેમ સંકોચ કરી રહ્યા છો? અને જ્યારે નેપાળ તમને લાલ આંખ બતાવે છે, ત્યારે તમે વાત કરવા માંગો છો, છપ્પન ઇંચની છાતી ક્યાં ગઈ ?