(એજન્સી) તા.ર૭
માર્ગ-પરિવહન મંત્રાલયને લખેલા પત્રમાં વડાપ્રધાન મોદીના મુખ્ય સચિવ નિપેન્દ્ર મિશ્રાએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)ને સલાહ આપી હતી કે તે રાસ્તાઓનું નિર્માણ કાર્ય બંધ કરી છે અને આ કામ માટે ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપે. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, રસ્તાઓનું નિર્માણ કાર્ય નાણાંકીય રીતે પરવડી શકે તેમ નથી. ખાનગી રોકાણકારો અને કંપનીઓ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટમાંથી પીછેહટ કરી રહી છે. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, અણઘડ આયોજન અને માર્ગોના વધુ પડતા વિસ્તરણના કારણે એનએચએઆઈ આર્થિક સંકડામણ અનુભવી રહી છે તેને જમીન અધિગ્રહણ અને બાંધકામની ખૂબ ઉંચી કિંમત ચૂકવવી પડે છે. ઉલ્લેખનીય છે કે, સરકારે તેના પાંચ વર્ષના કાર્યક્રમમાં આંતરમાળખાકીય વિકાસ પાછળ રૂા.૧૦૦ લાખ કરોડ ખર્ચવાનું વચન આપ્યું હતું. પરંતુ હવે સરકાર ઈચ્છે છે કે ખાનગી કંપનીઓ આ ક્ષેત્રમાં રોકાણ કરે. એનએચએઆઈ ટૂંક સમયમાં વડાપ્રધાન કાર્યાલયના આ પત્રનો જવાબ આપે તેવી શક્યતા છે.
હવે માર્ગોનું પણ ખાનગીકરણ થશે ? વડાપ્રધાન કાર્યાલયે NHAIને સૂચન કર્યું કે તે રસ્તાઓનું નિર્માણ કાર્ય બંધ કરી ખાનગી ક્ષેત્રને આ કામ સોંપી દે

Recent Comments