(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
ભારતમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા વધીને ૧૦ હજારને પાર પહોંચી ગઈ છે. આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે આ વાતની માહિતી આપી. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી આંકડાઓ મુજબ દેશમાં કુલ ૧૦,૩૬૩ લોકોમાં અત્યાર સુધી કોરોનાનું સમર્થન થયું છે. જેમાંથી ૮,૯૮૮ દર્દી હાલમાં કોરોના પીડિત છે, જ્યારે ૧૦૩પ લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
સંજય દત્તે મદદ માટે હાથ લંબાવ્યો
કોરોનાની વિરૂદ્ધ યુદ્ધમાં આગળ આવતા બોલીવુડના કેટલાક દિગ્ગજ પોતાની ક્ષમતા મુજબ લોકોની આર્થિક રીતે મદદ કરતા જોવા મળી રહ્યા છે. હવે અભિનેતા સંજય દત્તે પણ આ વાતની જાહેરાત કરી છે કે, તે ૧૦૦૦ પરિવારને ખાવાનું ખવડાવશે. સમાચાર મુજબ સંજય દત્તે જણાવ્યું કે, આ સંપૂર્ણ દેશ માટે ગંભીર સંકટનો સમય છે. દરેક લોકો કોઈ પણ રીતે એકબીજાની મદદ કરી રહ્યા છે, ભલે જ તેનો અર્થ માત્ર ઘરમાં રહેવાનું હોય અને સોશિયલ ડિસ્ટનન્સ રાખવાનો હોય. હું બસ પ્રયાસ કરી રહ્યો છું કે, હું કેટલાક લોકોની મદદ કરી શકુ. જેવું કે હું કરી શકુ છું. જણાવી દઈએ કે, કોરોના વાયરસના કારણે ૩૩૯ લોકોના મોત થયા છે જ્યારે એક દર્દી બીજા દેશમાં ગયો છે. આરોગ્ય મંત્રાલયના નવા આંકડાઓ મુજબ ઈન્ફેકશનના કુલ ર,૩૩૪ કેસની સાથે હાલમાં મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત થયું છે. ૧,પ૧૦ કેસની સાથે દિલ્હી બીજા અને ૧,૧૭૩ કેસની સાથે તામિલનાડુ ત્રીજા સ્થાને સૌથી વધુ પ્રભાવિત છે.