દુબઈ, તા.૧૯
આંતરરાષ્ટ્રિય ક્રિકેટ પરિષદે ક્રિકેટમાં કેટલાક નવા નિયમો લાગુ કરવાને લઇને મંજૂરી આપી દીધી છે. આનાથી આવનારા સમયમાં ક્રિકેટ પોતાના બદલાયેલા અંદાજમાં જોવા મળશે. લંડનમાં આયોજિત વાર્ષિક પ્રેસ કૉન્ફરન્સમાં ધીમી ગતિઓ ઑવરો નાંખવાનાં નિયમમાં મોટો બદલાવ કર્યો છે. મેદ દરમિયાન ધીમી ઑવર ફેંકવાનાં કારણે હવે ફક્ત કેપ્ટનને જ નહીં, પરંતુ સમગ્ર ટીમને સજા મળશે.
સ્લો ઑવર રેટની સજામાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે કેપ્ટન્સ પર સસ્પેન્ડ થવાનો ખતરો નહીં રહે, પરંતુ ધીમી ઑવરનાં કારણે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રૉફી દરમિયાન ખેલાડીઓનાં પૉઇન્ટ્‌સ કાપવામાં આવશે. અત્યારે જે નિયમ હતો તે અનુસાર કેપ્ટન પર મેચ ફીસનો ૫૦ ટકા દંડ ફટકારવામાં આવતો હતો અને બાકીનાઓ પર ૧૦-૧૦ ટકા દંડ લાગતો હતો. તો સતત ૩ મેચોમાં આવુ કરવાના કારણે કેપ્ટન પર પ્રતિબંધ લગાવવામાં આવતો હતો. આઈસીસીનાં નવા નિયમથી કેપ્ટન્સને ઘણી રાહત મળશે.
આઈસીસીએ એક બીજો મહત્વનો નિર્ણય લેતા એક નવો નિયમ લાગુ કર્યો છે. મેચ દરમિયાન ઇજાગ્રસ્ત ખેલાડીની જગ્યાએ બીજો ખેલાડી રમી શકે છે. ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની એશિઝ સીરીઝથી આ બદલાવની શરૂઆત થશે. આઈસીસીએ કહ્યું કે, “જેવો ખેલાડી ઇજાગ્રસ્ત થશે, તેની જગ્યાએ તેનો સબ્સટીટ્યૂટ ખેલાડ પણ તેવો જ હોવો જોઇએ. એટલે કે જો બૉલર ઇજાગ્રસ્ત થાય તો બૉલર રમશે અને બેટ્‌સમેન ઇજાગ્રસ્ત થાય તો બેટ્‌સમેન રમશે. આ માટેનાં બદલાવ માટે મેચ રેફરીની પરવાનગી લેવી જરૂરી રહેશે. આ બદલાવ એક ઓગષ્ટથી લાગુ કરાશે.