(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૮
આજવા અતાપી વન્ડરલેન્ડ થીમપાર્કમાં ૧૨ વર્ષનાં હસનૈન મન્સુરીનું પાણીમાં ડુબી જવાથી ગત ૨૯ ઓકટોબરે મોત થયું હતું. આ બાબતે પોલીસે સ્ટેશનમાં કેસ પણ થયેલ છે. પરંતુ ગુનેગારો સામે આજદીન સુધી પગલા લેવામાં આવ્યા નથી કે તેમની ધરપકડ કરવામાં આવી નથી. હસનૈન મન્સુરી નડીયાદના મહુધા ગામનો ગરીબ મુસ્લીમ પરિવારનો બાળક હતો. અતાપી થીમ પાર્કનાં માલિકો ખુબજ મોટી વગ ધરાવતા હોય ગરીબ હસનૈનને ન્યાય મળતો નથી. પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરી આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે અને મરનારને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમજ કોર્ટનાં દરવાજા પણ ખખડાવવામાં આવશે તેમ ગુજરાત કોંગ્રેસ માઇન્યોરીટી ડિપાર્ટમેન્ટનાં વાઇસ ચેરમેન ચિરાગ શેખે અખબારી યાદીમાં જણાવ્યું છે.