(એજન્સી) તા.૧૯
ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમી આ દિવસોમાં પત્ની હસીન જહાંએ લગાવેલા આરોપોથી એટલા લાગણીશીલ થઈ ગયા છે અને આઘાતમાં જતા રહ્યા છે કે, શમીએ ખાવા-પીવાનું પણ છોડી દીધું છે. શમીએ કહ્યું કે, મારું મન કોઈપણ કામમાં લાગતું નથી. અહીં સુધી કે હું ખોરાક પણ યોગ્ય રીતે નથી લઈ રહ્યો. મને લાગે છે કે, હસીનથી લગ્ન કર્યા એ મારા જીવનની સૌથી મોટી ભૂલ થઈ ગઈ હોય. તે મારી દીકરીથી પણ મને વાત કરવા દેતી નથી. તમને જણાવી દઈએ કે હસીન જહાંએ શમી પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. તેણીએ શમી સામે મારામારી, હત્યાનો પ્રયાસ, રેપ, ગૃહ હિંસા અને મેચ ફિક્સિંગના કેસો દાખલ કર્યા છે. આ આરોપો પછી શમી ઘણી વખત મીડિયાની સામે આવ્યા, પરંતુ દરેક વખત તે પ્રશ્નોથી બચતા જોવાયા. ત્યાં જ બીજીબાજુ હસીન જહાં એક પછી એક દરેક દિવસે શમી ઉપર નવા આરોપો લગાડતી રહી. શમીએ હાલમાં જ મીડિયાની સામે પોતાનું મૌન તાડીને કહ્યું કે, ઘણું બધું થઈ ગયું. જો તેણીની વાતો સત્ય છે તો મારા સામે પુરાવો પણ હોવો જોઈએ, પરંતુ તેની પાસે કોઈ પુરાવા નથી. હું દેશને ક્યારે પણ છેતરી શકતો નથી. આવા પ્રકારના નબળા આરોપ લગાવવાથી પહેલા હસીનને મારા કુટુંબ વિશે વિચારવું જોઈતું હતું. હું વારંવાર પોતાની દીકરીને લીધે આ બાબતને શાંત કરવા માંગતો હતો. પરંતુ હસીન સંબંધ સુધારવાના મૂડમાં ક્યારે પણ દેખાતી નથી. એક ચેનલના ઈન્ટરવ્યૂમાં શમીએ કહ્યું કે, હસીન હમણાં પણ મારા ક્રેડિટ કાર્ડ અને ચેકબુકનો ઉપયોગ કરી રહી છે. આ બાબતને ઘરમાં સમજાવા માટેના મારા બધા પ્રયત્નો નિષ્ફળ થઈ ગયા છે. હવે આનો ચુકાદો કાનૂની રીતથી જ થશે. ઓછામાં ઓછું લોકો સામે સત્ય તો પહોંચશે. શમીના જણાવ્યા મુજબ આ આરોપોના લીધે તે છેલ્લા કેટલાક દિવસોથી ડિપ્રેશનમાં જતો રહ્યો છે અને કોઈ પણ કામ સારી રીતે કરી નથી રહ્યો.