અંકલેશ્વર, તા.ર
નિસર્ગ ઉપર બાજુ જ્યારે બુધવારે અંકલેશ્વર તેમજ ખાસ કરીને તો ૧૬ તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકવાનું છે ત્યારે વહીવટીતંત્ર પણ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ થઇ ગયું છે.
ખાસ કરીને હાંસોટ તાલુકાનાં ૧૦ ગામોને વહીવટીતંત્ર દ્વારા એલર્ટની સ્થિતિમાં આપ રાખવામાં આવ્યા છે જેમાં high alert મીડિયમ એલર્ટ અને lloyd એમ ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે હાઇએલર્ટમાં કાંઠા વિસ્તારના કતપોર, કંટીયાજાળ, કમલેશ્વર જેવા ૩ ગામોને જ્યારે કે અન્ય સાત ગામોને પણ મીડિયમ અને લોશન રાખવામાં આવ્યા છે.આ તમામ વિસ્તારોમાં સંપૂર્ણ પણ કાયદો વ્યવસ્થા ઉપરાંત જાન-માલની ખુવારી ન થાય તે માટે તકેદારી વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી છે.
આ અંગે હાંસોટના નાયબ કલેકટર મિતેશ પટેલે જણાવ્યું હતું કે એન.ડી.આર.એફ.ની ટીમના ૩૫ જવાનોને તો સોમવારે સાંજથી જ તૈનાત કરી દેવામાં આવ્યા છે. ખાસ તો આરોગ્ય વિભાગની ટીમ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથે તમામ વહીવટી તંત્ર આ વાવાઝોડાના સામના માટે સજ્જ છે.