(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૩
ગુજરાત હાઇકોર્ટમાં અત્યાર સુધીમાં કુલ ૧૭ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે જેના લીધે હાઈકોર્ટે પરિપત્ર બહાર પાડ્યો છે કે આગામી ત્રણ દિવસ સુધી એટલે કે ૧૫ ૧૬ અને ૧૭ જુલાઇ સુધી માત્ર અર્જન્ટ અરજીઓ પર જ હાઈકોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી થશે. આ ત્રણ દિવસ દરમિયાન વચગાળાના જામીન, કાયમી જામીન, આગોતરા જામીન, પેરોલ ફર્લો મેટર, હેબિયસ કોર્પસ રિટ, નવી સિવિલ અરજીઓ બોર્ડ પર લિસ્ટેડ થશે. હાઇકોર્ટે તેના પરિપત્રમાં એ પણ કહ્યું છે કે ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ દરમિયાન અને પછી થયેલી અરજીઓમાં અર્જન્ટ લાગશે તો જ તે સુનાવણી માટે લિસ્ટેડ થશે. આ અંગેનો નિર્ણય હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા લેવામાં આવશે. વકીલોએ તેમની અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ કરી હશે તો તે અરજીઓ ચારથી પાંચ દિવસમાં સુનાવણી માટે લિસ્ટ થશે. આ ઉપરાંત, જે અરજીઓ પડતર છે તે હાલ ચાલશે નહીં. સાત જુલાઈના રોજ હાઈકોર્ટ સ્ટાફ સહિત અન્ય ૧ એમ કુલ સાત કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેના લીધે તારીખ ૮, ૯ અને ૧૦ જુલાઇ એમ ત્રણ દિવસ સુધી હાઇકોર્ટની કામગીરી બંધ કરવામાં આવી હતી. જુલાઇના પ્રથમ સપ્તાહમાં હાઇકોર્ટ સ્ટાફનો એક કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ પછી, હાઇકોર્ટમાં વિવિધ વિભાગના કર્મચારીઓના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટિંગ બાદ હાઇકોર્ટમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના ૧૭ કેસ મળ્યા છે. હાઇકોર્ટના પરિપત્રમાં એવી આશંકા દર્શાવવામાં આવેલી છે કે હાઇકોર્ટમાં હજુ પણ કોરોના પોઝિટિવના કેસની સંખ્યા વધી શકે છે. અત્યાર સુધીમાં મોટાભાગના કેસ હાઇકોર્ટના રજિસ્ટ્રી વિભાગમાં આવ્યા છે. રજિસ્ટ્રી વિભાગ, હાઇકોર્ટની કરોડરજ્જુ સમાન છે. આ વિભાગ દ્વારા ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ દરમિયાન ઘણી સારી કામગીરી કરાઇ છે. મહત્ત્વનું છે કે કોરોના વાયરસને ફેલાવતા રોકવા માટેના હેતુથી અમલમાં મુકાયેલા ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ બાદ હાઇકોર્ટની રાબેતા મુજબની કામગીરી મુલતવી રાખવામાં આવેલી છે અને તમામ કામગીરી વીડિયો કોન્ફરન્સિંગથી ચાલી રહી છે. હાઈકોર્ટમાં હાઇકોર્ટ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ સિવાય કોઈને પણ જવાની મંજૂરી નથી.