(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૦
કોરોના હોવાની આશંકાને આધારે ક્વોરન્ટાઇનમાં રહેવું કે જમીનનો સમય પૂરો થતો હોવાથી ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓનો ભંગ કરીને જેલમા હાજર થવું ? આવો જ પ્રશ્ન ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એક કેદી દ્વારા કરવામાં આવ્યો હતો અને જમીનની અવધિ વધારવાની રજૂઆત કરવામાં આવી હતી. આવી વિચિત્ર પરિસ્થિતિને જોતા જસ્ટીસ આર.પી. ઢોલરિયાએ એક મહિનાના સમય માટે જામીન લંબાવી આપ્યા હતા. આ કેસમાં હત્યાનો આરોપી જે ગોંડલ નિવાસી છે તે નિકુંજ ડોંગા ઓરલ કેન્સરની બીમારીથી પીડાય છે અને ચેકઅપ અને સારવાર માટે માટે તેણે હાઇકોર્ટમાંથી હંગામી જામીન મેળવ્યા હતા. તેને આ હંગામી જામીન મેળવવા પડ્યા હતા કારણ કે તેને બીમારીને કારણે તેને જેલથી હોસ્પિટલ અને હોસ્પિટલથી જેલ પોલીસ જાપતામાં લાવવા લઈ જવામાં આવતો હતો પણ પોલીસ અધિકારીઓ લોકડાઉનમાં સતત બંદોબસ્તમાં ફરજ નિભાવતા હોવાથી તે શક્ય ન હતું. તેથી તને જામીન લેવા પડ્યા હતા. તેને હંગામી જામીન ઉપર છોડાયા બાદ તે બાયોપ્સી કરવા માટે સુરત ગયો હતો. લોકડાઉનના કારણે તેને આયુર્વેદિક દવાઓનો આધાર લેવો પડ્યો હતો. એ જ્યારે તેના ઘરે ગોંડલ પાછો ફર્યો ત્યારે લોકલ ઓથોરિટીઝે એનો પ્રવાસ ઈતિહાસ જોતાં તેને કોરોના સ્પ્રેડર હોવાની આશંકાએ ઘરમાં કોરન્ટાઇન થવાનો આદેશ આપ્યો હતો. આથી તેને ઘરની ચાર દીવાલમાં પુરાઈ રહેવાનું હતું. આજ સમયગાળામાં તેના હંગામી જામીનનો એક મહિનાનો સમયગાળો પૂરો થતો હોવાથી તેને હાઈકોર્ટ સામે અરજી કરવાની ફરજ પડી હતી. ડોંગા ની રજૂઆત હતી કે તેની પાસે તે કોરોના પોઝિટિવ છે કે નહીં તે જાણવાનો કોઈ રસ્તો નથી કારણકે પ્રાઇવેટ લેબોરેટરીઓ ને ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરવાની પરમિશન નથી અને સરકારે આ ટેસ્ટ માત્ર કોરોના હોવાની આશંકાને આધારે કરવા માટે ના પાડી દીધી હતી. તણે એ પણ રજૂઆત કરી હતી કે જો એ કોરન્ટાઇનના સમય પહેલા એનું ઘર છોડીને જેલમાં હાજર થાય તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ નો ભંગ ગણાશે અને કોરન્ટાઇનમાં રહેવાના ઓર્ડર્સ ના કારણે એની કેન્સર ટ્રીટમેન્ટ પણ વીલંબિત થઈ રહી છે. આ રજૂઆતને ધ્યાને રાખી હાઈકોર્ટે જેલ ઓથોરિટીઝ ને તાકીદના ધોરણે આદેશ કર્યા છે કે જેલમાં કોઈપણ કેદીને તે કોરોના નેગેટિવ છે કે નહીં તે કન્ફર્મ કર્યા વગર જેલમાં દાખલ કરવા નહીં.