(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૪
ગુજરાત હાઈકોર્ટે બુધવારે વડોદરા પોલીસને તેલંગણાના ૬૫ વર્ષીય શેખ બાબુના ગયા વર્ષના ડિસેમ્બરમાં પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા બાદ રહસ્યમય રીતે ગૂમ થયાના સંબંધમાં અગાઉના તપાસ અહેવાલો સાથે ફતેગંજ પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ પ્રદાન કરવા સૂચના આપી હતી. શેઠ બાબુના પુત્રએ હેબિયાસ કોર્પસ પિટિશન દાખલ કરી અને હાઈકોર્ટે વડોદરા પોલીસ કમિશનર પાસે જવાબ માંગ્યા બાદ ગૂમ થયેલ વ્યક્તિની ફરિયાદની તપાસ મંગળવારે ત્રીજા પ્રસંગે એસીપી-ઈ વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ એન.વી.અંજારિયાની ખંડપીઠે એસીપીને આદેશ આપ્યો છે કે, ૬ જુલાઈએ અથવા તે પહેલાં તે શેઠ બાબુને કોર્ટમાં લાવે અથવા તેમને હાજર કરવામાં નિષ્ફળતાના કિસ્સામાં, ફતેગંજ પોલીસ સ્ટેશન જ્યાંથી શેખ બાબુ ૧૦ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ગૂમ થઈ ગયો હતો તેના સીસીટીવી ફૂટેજ સાથે એક્શન ટેકન રિપોર્ટ દાખલ કરવો. પુત્ર દ્વારા ગૂમ થયાની ફરિયાદ નોંધાયા બાદ સીસીટીવી ફૂટેજ કેમ અગાઉના તપાસ અહેવાલોનો ભાગ નથી બન્યો તે અંગે હાઈકોર્ટે પોલીસ પાસેથી ખુલાસો પણ માંગ્યો છે. હાઈકોર્ટે ઓછામાં ઓછું ૩૦ દિવસ સીસીટીવી ફૂટેજ સંગ્રહિત કરવું ફરજિયાત છે તે યાદ કરાવ્યા પછી પૂછપરછ કરી હતી. ગયા અઠવાડિયે હાઈકોર્ટે વડોદરા પોલીસ કમિશનરને ડિસેમ્બર ૨૦૧૯થી માર્ચ ૨૦૨૦ સુધીના સીસીટીવી ફૂટેજ જાળવવા પોતાના આદેશમાં જણાવ્યું હતું. દરમિયાન પોલીસે બુધવારે હાઈકોર્ટને બાતમી આપી હતી કે શેખ બાબુને ગુના સંદર્ભે બોલાવવામાં આવ્યા હતા તે ફતેગંજ પોલીસની એક સર્વેલન્સ સ્કવોડ હતી જે તેને સવારે ૧૧ઃ૩૦ વાગ્યે લઈ ગઈ હતી અને પોલીસ સ્ટેશનની ડાયરીમાં નોંધ કર્યા બાદ સાંજે ૫ઃ૨૫ વાગ્યે પોલીસ સ્ટેશનથી છોડી દેવાયો હતો. અહેવાલોને સમજ્યા પછી, હાઈકોર્ટે તમામ સાક્ષીઓ, પોલીસ, જે સર્વેલન્સ સ્કવોડનો ભાગ હતા, દુકાનદારો અને નજીકના પોલીસ સ્ટેશનના અન્ય લોકોના નિવેદનો માંગ્યા છે જે તે દિવસે પોલીસ સ્ટેશનમાં હાજર હોઈ શકે, જે દિવસે શેખ બાબુને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા સલીમના એડવોકેટે જણાવ્યું હતું. પોલીસે જુદા-જુદા રાજ્યોમાં શેખ બાબુના ગુનાહિત ઈતિહાસ વિશે ઉચ્ચ અદાલતને જણાવ્યું હતું, હાઈકોર્ટે પોલીસ જવાનોને રાજસ્થાન, તેલંગાણા અને મહારાષ્ટ્ર રાજ્યોની કેન્દ્રીય જેલો અને જિલ્લા જેલોની પૂછપરછ કરવા અને અહેવાલ રજૂ કરવા પણ જણાવ્યું છે.