(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
દિલ્હી હાઈકોર્ટે આજે પોલીસને ગીતાંજલિ જેમ્સના માલિક મેહુલ ચોકસી સામે ર૦૧૬ના વર્ષમાં નોંધાયેલ એફઆઈઆર સંદર્ભે તપાસ કરવા કહ્યું. આ એફઆઈઆરમાં મેહુલ ચોકસી સામે છેતરપિંડીના આક્ષેપો મૂકાયા છે. જે આક્ષેપો એમના ફ્રેન્ચાઈઝીએ મૂકયા છે. હાઈકોર્ટની બેંચે પોલીસને તપાસ કરી રિપોર્ટ આપવા જણાવ્યું છે. આ કેસ ઘણા સમયથી પડતર હતો કારણ કે ફરીયાદી અને આરોપી વચ્ચે સમાધાન માટે વાતચીત થઈ રહી હતી. બેંચે કહ્યું કે, ચોકસીને હુમલા સામે વચગાળાનું અપાયેલ રક્ષણ ચાલુ રહેશે. ચોકસી એમની સામે દાખલ થયેલ એફઆઈઆર રદ કરાવવા હાઈકોર્ટમાં ગયા હતા. એફઆઈઆર મેજિસ્ટ્રેટના આદેશથી નોંધવામાં આવી હતી. ફરિયાદી વૈભવ ખુરાનિયાએ આક્ષેપો કર્યા હતા કે એમની કંપની આરએમ ગ્રીન સોલુશંસે ગીતાંજલિ જ્વેલર્સની ફ્રેન્ચાઈઝી ચોકસી પાસેથી મળેલી હતી એ પ્રકારની ખાત્રી સાથે કે ધંધામાં ઘણો લાભ થશે. ખુરાનીયા અને ચોકસીએ કરાર કર્યો હતો કે ચોકસી ખુરાનીયાએ ૧.પ કરોડ રૂપિયા ડિપોઝિટ લઈ ૩ કરોડના હીરા અને ઝવેરાતનો ધંધો કરવા આપશે. એફઆઈઆરમાં આક્ષેપો કરાયા છે કે રાજૌરી ગાર્ડનમાં ફ્રેન્ચાઈઝી સ્ટોર ઓક્ટોબર ર૦૧૩ના વર્ષમાં ખોલવામાં આવ્યો હતો. પણ એમને જે માલ મોકલ્યો હતો તે ખૂબ જ હલકી ગુણવત્તાવાળો હતો અને જેની કિંમત ફકત પ૦.૭૦ લાખ રૂપિયા જ હતી. ડિસ્ટ્રીક્ટ કોર્ટે ર જૂન ર૦૧૬ના રોજ ચોકસી સામે એફઆઈઆર નોંધવા આદેશ આપ્યો હતો. જે એફઆઈઆર ૧રમી જુલાઈ ર૦૧૬ના રોજ નોંધાઈ હતી.