(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૩
આજે આ કેસની સુનાવણી કર્યા બાદ હાઇકોર્ટે શશત્ડમાં કલેકટરની અપીલ રદ્દ કરતા તથા શશત્ડમાં આસપાસના રહીશોની અપીલ ટકવાપત્ર ન હોઈ તેઓએ અપીલ પાછી ખેંચી લીધી હતી. આમ ફઝલાણીએ હાઇકોર્ટમાં કરેલી બન્ને અરજીનો નિકાલ આવ્યો છે અને તેથી શશત્ડ ના ઓર્ડરનો પણ નિકાલ આવ્યો છે. તો બીજી બાજું આસપાસના રહીશોએ આ અંગે હાઇકોર્ટમાં પિટિશન કરતાં હાઇકોર્ટે ફઝલાણી સહિતનાને નોટિસ પાઠવી છે. અત્રે ઉલ્લેખનીય છેકે વડોદરાના તાંદળજામાં અમિત ગોરડીયાએ પોતાનો બંગલો અને પ્લોટ, ફેઝલ ફઝલાણી અને તેમની પત્ની ઝીનત ફઝલાણીને વેચાણ આપ્યો હતો. તેના માટે ફઝલાણી એ અશાંત ધારા ની પરવાનગી માંગી હતી. અશાંત ધારાની પરવાનગી મળ્યા બાદ તેઓએ વેચાણ દસ્તાવેજ કરી લીધો હતો. વેચાણ દસ્તાવેજ કર્યા બાદ જ્યારે આ ફઝલાણી પતિ પત્ની એમના પ્લોટમાં દાખલ થવા ગયા ત્યારે આજુબાજુના રહીશોને માલુમ પડતાં તેઓ આનો વિરોધ ઉઠાવ્યો હતો. ત્યારબાદ આ રહીશોએ કલેક્ટરને તથા પોલીસ કમિશનર અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી. તેઓ રજૂઆત કરી હતી કે આવી રીતે કોઇ મુસ્લિમને અમારી હિન્દુ સોસાયટીમાં પ્લોટ વેચાણ કરવામાં આવે તો એનાથી કોમી હિંસા થવાનો ભય છે અને અમારા જાનમાલને નુકસાન થાય તેમ છે અને સુલેહ શાંતિનો ભંગ થાય તેમ છે. આ રજૂઆત બાદ કલેક્ટરે કલેક્ટરે તથા થર્ડ પાર્ટીએ સ્પેશિયલ સેક્રેટરી રેવેન્યુ ડિપાર્ટમેન્ટશિશત્ડી ને રજૂઆત કરી કે આ જે પરવાનગી આપી છે તેને રદ કરવામાં આવે. આથી SSRDએ જે પરવાનગી આપી હતી તેના પર શશત્ડએ મનાઇહુકમ ફરમાવ્યો અને તમામ સરકારી દફ્તરોમાં યથાવત્‌ પરિસ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યો હતો. જેના કારણે કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારની એન્ટ્રી ન થઈ થઈ પ્રકારની એન્ટ્રી ન થઈ શકે. જેમકે કોર્પોરેશનમાં બાંધકામની પરવાનગી લેવા જાય તો તે પણ ન મળે. બીજી કોઈપણ સરકારી કચેરીમાં પરવાનગી મેળવવા જાય તો તે પણ ન મળે. આ શશત્ડ ના ઓર્ડર અને મનાઇ હુકમને ને ફઝલાણીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો, જેનો ફઝલાણી તરફે નિકાલ આવ્યો.