(એજન્સી) ન્યૂયોર્ક, તા.૪
અમેરિકાની ચૂંટણી અને સંસદમાં ભારતીય મૂળની વ્યક્તિઓનું પ્રભુત્વ વધ્યું છે જેના સ્પષ્ટ સંકત આજે જાહેર થયેલ પરિણામોમાં દેખાઈ આવ્યા છે. અમેરિકાની ચૂંટણીમાં ડેમોક્રેટિક પક્ષ તરફથી અમેરિકન કોંગ્રેસના લોઅર હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે ચૂંટણી લડનાર ભારતીય મૂળના ચાર ઉમેદવારોએ જીત મેળવી છે. ભારતીય મૂળના આ ચાર ઉમેદવારોમાં ડૉ.એમી બેરા, પ્રમિલા જયપાલ, રો ખન્ના અને રાજા કૃષ્ણમૂર્તિ સામેલ છે જેમાં પ્રમિલા જયપાલે સતત ત્રીજી વખત જીત હાંસલ કરી ઈતિહાસ રચ્યો છે. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતીય-અમેરિકન સમુદાય પ્રથમવાર એક મોટી તાકત બનીને ઊભરી આવ્યું છે અને બંને ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીએ સમુદાયના ૧૮ લાખ મતદાતાઓને આકર્ષવા માટે ઘણા પગલાંઓ લીધા. કારણ કે, ફ્લોરિડા, જોર્જિયા, મિશિગન, નોર્થ કેરોલિના, ટેક્સાસ અને પેનસિલ્વેનિયા જેવા ટાંકે કી ટક્કરવાળા રાજ્યોમાં જીતવા માટે આ સમુદાયનું સમર્થન ઘણું મહત્ત્વ ધરાવે છે.
Recent Comments