ભૂજ, તા.૮
અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ ભૂજ દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હાજીપીર મધ્યે મેળા દરમ્યાન હંગામી સંડાસ-બાથરૂમની સુવિધા ઊભી કરવા માગણી કરી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે, કચ્છના પ્રખ્યાત વલી, કચ્છના કોમી એકતાના પ્રતીક હાજીપીરની દરગાહનો મેળો તા.૧૭, ૧૮, ૧૯ માર્ચ -૧૮માં ભરાઈ રહ્યો છે જેમાં સમગ્ર દેશ, ગુજરાત અને કચ્છમાંથી લાખોની સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ યાત્રાળુઓ સલામી (દર્શન) ભરવા આવે છે તથા રોકાણ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુહિમ શૌચાલય ઊભી કરવી અને ખુલ્લામાં શૌચ (સંડાસ) ન થાય તેની મુહિમ ચાલી રહી છે. પણ અફસોસની વાત એ છે કે આ પવિત્ર સ્થાન (હાજીપીર-કચ્છ) મેળા દરમ્યાન લાખોની સંખ્યામાં યાત્રાળુઓ ખુલ્લામાં સંડાસ કરવા મજબૂર છે. વધુ અફસોસની વાત તો ત્યાં છે લાખોની સંખ્યામાં આવતી સ્ત્રીઓને પણ ખુલ્લામાં સંડાસ કરવું પડે છે અને શરમમાં મૂકાવું પડે છે માટે હાલ હંગામી પ૦૦ સંડાસ અને બાથરૂમ ઊભા કરવાની વ્યવસ્થા ઊભી કરવી. તદ્ઉપરાંત મેળા દરમ્યાન પાણી પુરવઠા તરફથી પાણી પૂરું પડાય છે પણ અનિયમિત અને ઓછું પાણી પૂરું પડે છે. મેળાથી એક દિવસ પહેલા શુક્રવારની મોટી નમાઝ અદા કરવામાં આવે છે માટે ગુરૂવારથી પાણીનો પુરવઠો ઊભો થાય તેવી વ્યવસ્થા ઊભી કરવાની ભલામણ કરવી. તદ્ઉપરાંત મેળા દરમ્યાન લાઈટ, પાણી અને પોલીસ વ્યવસ્થા પૂર્ણ પ્રમાણમાં જળવાઈ રહે જેનાથી લાખોની સંખ્યામાં આવતા યાત્રાળુઓને કોઈ અવ્યવસ્થા (તકલીફ) ન થાય તે માટે તાકીદી લેવા તંત્રને ભલામણ છે. આ રજૂઆતમાં કચ્છ જિલ્લામાંથી વિવિધ વિસ્તારના સમિતિના જિલ્લાના હોદ્દેદારો પૈકી જિલ્લાના ઉપપ્રમુખ આદમભાઈ પડેયાર, સત્તારભાઈ માંજોઠી, શેખ જુસબશા (માજી પ્રમુખ), હનીફભાઈ પઢિયાર, ઈસ્માઈલ મામા, જુસબભાઈ બાફણ, આદમભાઈ લંગાય (નખત્રાણ તાલુકા પ્રમુખ), રજાકભાઈ હિંગોરા, સાલેમામદ પડ્યાર (અબડાસા તાલુકા પ્રમુખ), અબ્દુલ સત્તાર મીઠાણી (મુન્દ્રા તાલુકા (મુન્દ્રા તાલુકા પ્રમુખ), ઈર્શાદલહક બુખારી (મુન્દ્રા શહેર પ્રમુખ), કાસમભાઈ નોતિયાર (લખપત તાલુકા પ્રમુખ), સૈયદ આલમશા (માંડવી તાલુકા પ્રમુખ), અબ્દુલ સત્તારભાઈ ખત્રી (અંજાર શહેર પ્રમુખ), સૈયદ અનવરશા બાપુ (અંજાર), સૈયદ તાલીબહુસૈન બાપુ (ગાંધીધામ), હાજી સુલતાનભાઈ સોઢા (ગાંધીધામ), હાજી અબ્દુલભાઈ ચાવડા (ગાંધીધામ), હાજી આમદ હાજી ઈલ્યાસ રાયમા (ગઢશીશા), તુર્ક અબ્દુલ ગની (ધ્રબ), સિદ્દીક અબુબકર રાયમા, ખલીફા રજાકભાઈ (ખાખર), થેબા અય્યુબ ઓસમાણ (નખત્રાણા), જરંગ રજાકભાઈ (કેરા), હાજી ઈબ્રાહીમ બાફણ (નાગિયારી), અબુ જકરિયા (કોઠારા), રિયાઝ લંધા (કોઠારા), સુલતાન હાજી મુબારક (ખીરસરા કોઠારા), સુમરા રમજાનઅલી આમદ (ભૂજ), શેખ હુસૈનશા (દુધઈ) હાજર રહ્યા હતા.
હાજીપીરના મેળા દરમ્યાન હંગામી શૌચાલયો તથા બાથરૂમની વ્યવસ્થા કરવા માગણી

Recent Comments