મોડાસા,તા.૫
હાથરસ જિલ્લાના એક ગામમાં ૧૪ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૯ વર્ષીય યુવતી ગાય માટે ઘાસચારો લેવા બાજરાના ખેતરમાં ગઈ હતી, ત્યારે નરાધમોએ તેની ઉપર ગેંગરેપ કર્યો હતો અને યુવતી પર જીવલેણ હુમલો કરતા યુવતી ૧૫ દિવસ જેટલો સમય મોત સામે ઝઝુમ્યા બાદ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ ખાતે મોત સામેનો જંગ હારી ગઇ હતી. નિર્ભયા ગેંગરેપની જઘન્ય યાદોને તાજી કરતી ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે, ત્યારે મોડાસા તાલુકાના દધાલિયા ગામે યુવાનોએ એકઠા થઇ કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પી હતી અને આ જઘન્ય ગુનામાં સંકળાયેલ આરોપીઓને ઝડપથી ફાંસીની સજા કરવામાં આવેની માંગ કરી હતી. (તસવીર :- યુસુફ જમાદાર, મોડાસા)