ઉત્તરપ્રદેશના હાથરસની ગેંગરેપ પીડિતાના આરોપીઓને ઝડપી પાડી કડકમાં કડક સજા કરવાની માગ સાથે સફાઈ કર્મચારીઓ દ્વારા  એક દિવસની પ્રતીક હડતાળની જાહેરાત  કરી અમદાવાદના સારંગપુર સર્કલ ખાતે શાંતિપૂર્ણ વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સફાઈ કર્મચારીઓને કેટલાક  સ્વૈચ્છિક સંગઠનો અને રાજકીય આગેવાનોએ પણ સમર્થન જાહેર કરી દેખાવ કાર્યક્રમમાં જોડાયા હતા. જો કે પોલીસે દેખાવકારોની અટકાયત કરી હતી.