ઉત્તરપ્રદેશના હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી વાલ્મિકી સમાજની પીડિતાને ન્યાય આપવાની માગણી સાથે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુભાષબ્રિજ સ્થિત કલેક્ટર કચેરી બહાર સત્યાગ્રહ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી તે અંતર્ગત ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા ઉપરાંત મ્યુનિસિપલ કાઉન્સિલરો, કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકઠા થયા હતા. પરંતુ આ લોકો સત્યાગ્રહ કરે તે પહેલાં જ સરકારના ઈશારે પોલીસે દોડી આવી બંને ધારાસભ્યો સહિત આગેવાનોની ટિંગાટોળી કરી લઈ જઈ અટકાયત કરી હતી.