ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત સમાજની યુવતી પર ગેંગરેપ આચરી હત્યાના બનાવના સમગ્ર દેશમાં પડઘા ૫ડ્યા છે જ્યારે ગુજરાતમાં કચ્છના રાપરના દલિત સમાજના અગ્રણી એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યાથી દલિત સમાજમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. જેમાં વાંકાનેર ખાતે એપીએમસીના ચેરમેન શકીલ પીરઝાદા, આબીદ ગઢવાળા, અરવિંદ અંબાલિયા, પ્રકાશ સુમેસરા, જેપારભાઈ, રવિ પરમાર, રઘુ આરેસી, ચાવડાભાઈ એક્સ આર્મી, રમેશ વોરા, મોલાભાઈ બોલિયા સહિતના અગ્રણીઓએ આ બનાવને સખત શબ્દોમાં વખોડી. આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી પરિવારજનોને ન્યાય આપવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું. જે રાષ્ટ્રપતિને મોકલવા અનુરોધ કર્યો હતો.