(એજન્સી) તા.૬
હાથરસના પિડિત પરિવાર સાથે પોતાના સંપૂર્ણ સમર્થન અને ટેકો વ્યક્ત કરતાં ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલે કહ્યું હતું કે જે રીતે એક દલિત યુવતિ ઉપર સામુહિક રીતે બળાત્કાર કરવાનો જઘન્ય અપરાધ કરાયો છે, ત્યારબાદ તે યુવતિનું મોત, બાદમાં તેના પરિવારની મરજી વિરુદ્ધ પોલીસ દ્વારા બળજબરીપૂર્વક તેના મૃતદેહના અગ્નિ સંસ્કાર કરી દેવા અને તે યુવતિ ઉપર ગેંગરેપ થયો છે તે બાબતને ગંભીરતાથી લેવા માટે ઉત્તર પ્રદેશ સરકારનો સતત ઇન્કાર ખરેખર અત્યંત આઘાતજનક છે, તેથી અમે હાથરસના ગેંગરેપ કેસમાં પિડિત પરિવારને સંપૂર્ણ ન્યાય મળે તે બાબત સુનિશ્ચિત કરવા અમે ભારત સરકારને અનુરઓધ કરીએ છીએ. ભારતની રાજધાનીથઈ ૧૨૪ કિલોમિટર દૂર ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં આવેલા એક નાના ગામની એક ૧૯ વર્ષિય દલિત કન્યા ઉપર ભારે તાકતવર અને સમાજ ઉપર જોહુકમી ધરાવતા ઠાકુર સમાજના તાર લોકોએ ગત ૧૪ સપ્ટેમ્બરના રોજ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તે યુવતિની કરોડરજ્જુ તોડી નાંખવામાં આવતા તેને લકવા થઇ ગયો હતો જેથી તેને સારવાર માટે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ બે સપ્તાહ બાદ તેનુ મોત થયું હતું જેના કારણે સમગ્ર દેશભરમાં લોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. પિડિતાના પરિવારને રક્ષણ પૂરું પાડવાને બદલે અને આરોપીઓને ન્યાયના કઠેડામાં ઉભા કરી દેવાને બદલે ઉત્તર પ્રદેશના ઠાકુર સમાજના જ સભ્ય અને હિંદુ રાષ્ટ્રવાદી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે તે યુવતિ ઉપર બળાત્કાર થયો જ નથી. તે ઉપરાંત તેમની સરકારે પિજિતાના પરિવારનો પણ નોર્કો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાનો આદેશ કર્યો હતો. કાઉન્સિલ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કાઉન્સિલના પ્રમુખ અહેસાન ખાને કહ્યું હતું કે યોગી આદિત્યનાથની સરકારે શરમથી ડૂબી મરવું જોઇએ કે તે એક યુવતિનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી. પિડિતાના આખા ગામની ચારેબાજુએ બેરિકેડ ઉભઆ કરી દઇ બહાના લોકોના પ્રવેશને અટકાવી દેવો, પિડિતાના પરિવારને ઘપરમાં ગોઁધી રાખવો અને ભોગ બનેલી યુવતિના મૃતદેહને તેના પરિવારની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક પોલીસ દ્વારા અગ્નિસંસ્કાર કરી દેવા વિગેરે જેવી તમામ બાબતો સૂચવે છે કે યોગી સરકાર પોતાની જાતને કેટલી અસુરક્ષિત અનુભવી રહી છે. અસલ તથ્ય તો એ છે કે આ જઘન્ય અપરાધ કરનારા જાલિમો અને શૈતાનો પણ એજ જ્ઞાતિના છે જે જ્ઞાતિમાંથી યોગી આદિત્ય નાથ આવે છે, જે સંકેત કરે છે કે શા માટે તેમની સરકારે તે યુવતિને બચાવી લીધી નહોતી. આ કોઇ એકલ-દોકલ ઘટના નહોતી, કેમ કે ગત મંગળવારે જ હાથરસથી થોડા કિલોમિટર દૂર આવેલા અન્ય એક ગામમાં ૨૨ વર્ષની અન્ય એક દલિત યુવતિ ઉપર પણ સામુહિક ભલાત્કાર થયો હતો. ૨૦૧૯ની સાલમાં યોગી આદિત્યનાથના શાસન દરમ્યાન ઉત્તર પ્રદેશમાં ૫૦૦ દલિત યુવતિઓ ભલાત્કારનો ભોગ બની હતી. ધ વાયર નામની વેબસાઇટના કહેવા અનુસાર તે યુવતિ ઉપર બળાત્કાર થયો જ નથી એવી લોકમાનસમાં છાપ ઉભી કરવા યોગી આદિત્યનાથની સરકારે એક પબ્લિક રિલેશન એજન્સીની સેવા પણ ભાડે લીધી હતી.