(એજન્સી) તા.૧૪
હાથરસમાં ૧૯ વર્ષની દલિત યુવતીના મૃત્યુની ઘટના વિચાર કરવાથી પણ થરથરી ઊઠાય એવી છે.આ મૃત્યુ નથી, આ એક હત્યા છે. સરકારના ઇશારે ઉ.પ્ર. પોલીસતંત્ર દ્વારા કરાવમાં આવેલ હત્યા છે. આપણે આ અંગે એક મિનિટ વિચાર કરીએ. એક તરૂણી કે જેમના પર પાશવી બળાત્કાર થયો હતો તેને કલાકો સુધી પોલીસ સ્ટેશનની બહાર રાહ જોતી બેસાડી રાખવામાં આવી જ્યારે તેને ત્યાં લઇ જવામાં આવી ત્યારે તે ભાગ્યેજ ભાનમાં હતી. તેમ છતાં તેણે વીડિયો પર એવું નિવેદન નોંધાવ્યું હતું કે તેના હુમલાખોરોએ તેના પર જબરદસ્તી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ અંગેની પ્રોસિઝર પ્રમાણે આ યુવતીને રેપ ક્રાઇસીઝ સેન્ટર એટલે કે બળાત્કાર સંકટ કેન્દ્રમાં મોકલવી જોઇતી હતી પરંતુ આવું કરાવમાં આવ્યું ન હતું. પ્રોસીઝર પ્રમાણે ૨૪ કલાકમાં આ યુવતીને બળાત્કાર માટેની ફોરેન્સિક તપાસ માટે મોકલવી જોઇતી હતી તેના બદલે તપાસમાં એટલો વિલંબ કરાયો હતો કે વીર્યના અંશો અંગેના ફોરેન્સિક પુરાવા સાથે બાંધછોડ કરવામાં આવી હતી. પોતાના મરણોન્મુખ નિવેદનમાં આ યુવતીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેણે અપરાધીના નામો પણ આપ્યા હતા. આ નિવેદન છતાં એક પોલીસ અધિકારીએ મીડિયાને એવું જણાવ્યુ ંહતું કે ફોરેન્સિક રિપોર્ટમાં એવો નિષ્કર્ષ આવ્યો છે કે તેના પર બળાત્કાર થયો ન હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર પીડિતાને ગરદનમાં ઇજાને કારણે આઘાત લાગવાથી મોત થયું હતું. ફોરેન્સિક લેબોરેટરીના રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે એકત્ર કરાયેલ સેમ્પલમાં વીર્યના અંશો પ્રાપ્ત થયા નથી. આટલું પૂરતું ન હતું તેમ તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી હતી ત્યારે તેને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાથરસના જિલ્લા મેજિસ્ટ્રેટ તેના પરિવારને ધમકી આપતા કેમેરા પર ઝડપાયા હતા. આ બધી ઘટનાઓના પગલે પોલીસતંત્રમાં એવો ભય ઊભો થયો હતો કે જો તે જીવતી રહેશે અને તેના મૃતદેહનો જલ્દી નિકાલ કરવામાં નહીં આવે તો આ મહિલા સ્વયં એક પુરાવારૂપ છે આથી તેમણે આ પુરાવાથી છૂટકારો મેળવવા તેમની સત્તામાં આવતું બધું કર્યું હતું. આ બધા ઘટનાક્રમ જોતાં વેધક પ્રશ્ન એ છે કે આપણે કઇ દિશામાં જઇ રહ્યાં છીએ? આગળ કે પાછળ ? ચાલો આપણે તેને જે સ્થળે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો ત્યાંથી થોડી રાખ લઇ આવીએ અને તેની પ્રતિમા સાથે એક સ્મારક બનાવીએ. તેના માતા છેલ્લી વખત તેના ચહેરા પર હલ્દી લગાવવા માગતાં હતા. આપણે સૌ તેના ચહેરા પર હલ્દી લગાવીશું. શું આપણે તેની માફી માગી શકીએ અને આ રીતે તેને શ્રદ્ધાંજલિ આપી શકીએ? શું આપણે આ રીતે તેના માતા પિતા અને ભારતમાતાને સાંત્વન આપી શકીએ? આ પ્રશ્નો આપણા બધા માટે છે. આ પ્રશ્ન દેશના આત્મા માટે છે.
– દેવનૂરા મહાદેવ
(સૌ. : ધ વાયર.કોમ)