(એજન્સી) તા.રર
હાથરસ ગેંગરેપ કેસમાં સીબીઆઇએ દાખલ કરેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે દલિત મહિલા સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેણીએ સંદીપ નામના યુવકને ઠપકો આપ્યો હતો અને પછી તેણીનું મૃત્યુ થયું હતું. સીબીઆઇએ આ કેસમાં તેની ચાર્જશીટમાં જણાવ્યું છે કે આનાથી તેની ભાવનાઓ તીવ્ર બની હતી અને તે હતાશ થઈ ગયો હતો. સીબીઆઈની ચાર્જશીટમાં જણાવ્યા મુજબ સંદીપનો પીડિતા સાથે પ્રેમસંબંધ હતો, તેણીના પરિવારના સભ્યોને ખબર પડ્યા પછી સંબંધો ખાટા થઈ ગયા હતા અને પીડિતાએ સંદીપને ટાળવાનું શરૂ કરી દીધું હતું અને ઉમેર્યું કે સંદીપને પણ તેણીનો કોઈ બીજા સાથે પ્રેમસંબંધ હોવાની શંકા હતી. ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, ચાર્જશીટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ૧૯ સપ્ટેમ્બરના રોજ જ્યારે મહિલાનું પોતાનું નિવેદન નોંધવામાં આવ્યું ત્યારે મહિલાએ ત્રણ લોકોના નામ લીધા હોવા છતાં, યુપી પોલીસે લીધેલા નિવેદનમાં ફક્ત એક જ જણનું નામ જણાવ્યું હતું. તેમાં વધુમાં જણાવાયું છે કે “પીડિતાએ જાતિય સતામણીનો આરોપ લગાવ્યો હતો, તેમ છતાં તે અંગેની તબીબી તપાસ કરવામાં આવી ન હતી.” હાથરસની સક્ષમ અદાલતમાં રજૂ કરેલા તારણોમાં એજન્સીએ એસસી/એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ચાર આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર, હત્યા અને ગેંગરેપ સંબંધિત ભારતીય દંડ સંહિતા (ૈંઁઝ્ર)ની કલમો લગાવી છે. આ મહિલા પર ૧૪ સપ્ટેમ્બરના રોજ ચારેય દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, અને એક પખવાડિયા પછી તેણી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મૃત્યુ પામી હતી. સપ્ટેમ્બરમાં ધરપકડ થયા બાદથી ચારેય આરોપી ન્યાયિક કસ્ટડીમાં છે. ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં પીડિતાના ભાઈએ કહ્યું, “મારી બહેન અને આરોપી સંદીપ વચ્ચે કોઈ પરિચિતતા નહોતી. તેણે ક્યાંકથી અમારો નંબર મેળવ્યો હતો અને તે કોઈ બીજો બનીને ખોટા કોલ કરતો હતો. કેટલાક મિસ્ડ કોલ્સ પણ કરતો. આ ઉપરાંત, કોઈ કોલની આપલે કરવામાં આવી ન હતી. આખું ગામ અમારી વિરુદ્ધ છે અને મારું માનવું છે કે બનેલા ગુનાને જુઠ્ઠો ઠેરવવા તેઓ કાંઈ પણ કહેશે.’’ ચાર્જશીટમાં જણાવ્યું છે કે, “ઓક્ટોબર ૨૦૧૯થી માર્ચ ૨૦૨૦ સુધી આરોપી અને પીડિત વચ્ચેની મોબાઈલ કોલ પેટર્નના આધારે કોલ ડિટેઇલ રેકોડ્ર્સના વિશ્લેષણ સૂચવે છે કે સંદીપને પીડિતની બાજુથી ટૂંકા ગાળાના (સિગ્નલ) કોલ્સ આવ્યા હતા, ત્યારબાદ આરોપી સંદીપ દ્વારા લાંબાગાળાના કોલ પીડિતાના પરિવારના નંબર પર આવ્યા હતા. આનાથી સ્થાપિત થાય છે કે પીડિતા અને આરોપી સંદીપ વચ્ચેનો સંબંધ/પ્રેમસંબંધ માર્ચ ૨૦૨૦ સુધી ગાઢ હતો.”
(સૌ. : નેશનલ હેરાલ્ડ ઈન્ડિયા)
Recent Comments