(એજન્સી) નવી દિલ્હી, તા.૪
કેરળમાં હાથીનાં મોત મામલે બે વ્યક્તિઓને કસ્ટડીમાં લેવાયા બાદ કોંગ્રેસના ખજાનચી અહમદ પટેલે આ સ્થિતિનો લાભ લેવા માંગતા લોકોને આડે હાથ લીધા હતા અને સમાજને વિભાજીત કરવા તથ્યોની ખોટી રજૂઆત કરવાની પણ ટીકા કરી હતી. અહમદ પટેલે ટિ્‌વટ કરી જણાવ્યું હતું કે, આપણા દેશમાં સામાજિક વાતાવરણ ખૂબ જ નફરતપૂર્ણ બની ગયું છે, તે બાબત દુઃખદ છે. હાથીનાં મોત થવાની ઘટના અંગે પણ કેટલાક લોકો તથ્યો સાથે ચેડાં કરી સમુદાય વિરૂદ્ધ અન્યોનો મુદ્દો બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે ? ૧પ વર્ષની ગર્ભવતી હાથણીની સારવાર કરનારા પશુ ડૉક્ટરે જણાવ્યું હતું કે, કેટલાક લોકો એવા હાથીનો પીછો કરતા હતા, જે કેટલીક વખત ખેતીની જમીનમાં ઘૂસી જાય છે. તેમણે મૂકયા હતા. પાઈનેપલની અંદર ફટાકડાં મૂકયા હતા, જ્યારે હાથીએ પાઈનેપલ ખાવાની શરૂઆત કરી તો ફટાકડા મોમાં વિસ્ફોટ થવા લાગ્યા, જેથી હાથીના ઉપલા અને નીચલા જડબામાં તેમજ જીભ પર ગંભીર ઈજાઓ થઈ હતી. ગત ર૩ મેના રોજ સ્થાનિકો દ્વારા ઈજાગ્રસ્ત હાથી અંગે માહિતી આપવામાં આવી હતી.