(એજન્સી) તા.૧૦
જ્યારે ઘરની આજુબાજુના વિસ્તારોમાં કોઈ યોગ્ય કામ મળી રહ્યું નહોતું ત્યારે ૨૩ ઓગસ્ટના રોજ ૨૮ વર્ષીય અખલાક જે વ્યવસાયે વાળંદ હતો તે પોતાનું ઘર છોડીને નીકળી ગયો. આ મામલે એક જાણીતા મીડિયા સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતાં ઇકરામ કહે છે કે લૉકડાઉન હોવાને લીધે અમારી પાસે કોઈ કામ બાકી રહ્યું નહોતું. તે કહે છે કે અમારી નાણાકીય સ્થિતિ અત્યંત દયનીય થઈ ચૂકી હતી. ઈકરામના જણાવ્યાનુસાર અખબાર પાણીપત પહોંચ્યો હતો. ત્યારે તેણે કિશનપુરા વિસ્તારમાં થોડીકવાર સુધી આરામ કરવાની યોજના બનાવી. ત્યારે બે લોકો આવ્યા અને નામ પૂછવા લાગ્યા.ઈકરામ જણાવે છે કે જ્યારે તેને નામ જણાવ્યું તો તે સાંભળતાની સાથે જ તેઓ મારપીટ કરવા લાગ્યા. ત્યારબાદ તેને ઘાયલ અવસ્થામાં જ રોડ પર તરછોડી દેવામાં આવ્યો. ઈકરામે કહ્યું કે અખલાક ગભરાઈ ગયો હતો અને તે મદદ તથા પાણી માટે આજુબાજુના દરવાજા ખખડાવા લાગ્યો હતો. એકાએક મદદ મળવાની જગ્યાએ જે ઘરનો દરવાજો તેણે ખખડાવ્યો હતો તે ઘરના લોકોએ તેને ઘરમાં ઢસડી લીધો અને લાકડાના દંડા વડે તેની ધોલાઈ શરૂ કરી દીધી. તેને ભાન આવ્યું કે આ એ જ વ્યક્તિ છે જેણે અમુક મિનિટો પહેલાં જ તેની સાથે મારપીટ કરી છે. અખલાકે જણાવ્યું કે એ ઘરમાં ચાર પુરૂષો અને બે મહિલાઓ હતી. અખલાકે જ આ માહિતી ઇકરામને આપી હતી. તેઓએ અખલાકના હાથ પર ૭૮૬ કોતરેલો ટેટૂ જોયો તો તેને કહ્યું કે આ ટેટૂ તારે કોતરાવાની જરૂર નહોતી. તેઓએ ત્યારે એક ચેઈન વડે મારો હાથ કાપી નાખ્યો.તે જણાવે છે કે તેઓએ મને ખૂબ જ ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. ઈકરામ કહે છે કે મારા ભાઈના હાથ પર જ્યારે તે ૧૫ વર્ષનો હતો ત્યારે જ ૭૮૬નો ટેટૂ કોતરાવી દેવાયો હતો. અમે અલ્લાહ પર ભરોસો રાખીએ છીએ. જ્યારે ૫ વાગ્યે અખલાકને ભાન આવ્યું તો તેણે નોંધ લીધી કે તે રેલવે સ્ટેશને સૂતો પડ્યો હતો.
હાથ પર ૭૮૬નો ટેટૂ ચિતરેલો જોતાં જ ચેન વડે હાથ કાપી નાખ્યો : અખલાકના ભાઈએ ભયાવહતા વર્ણવી

Recent Comments