મુંબઇ, તા.૩૦
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ચાલી રહેલી વનડેમાં ભારતને મળેલી સતત બે કારમી હાર બાદ ફેન્સની સાથે સાથે પૂર્વ ક્રિકેટરો પણ ભારતીય ટીમ પર ગુસ્સે ભરાયા છે. અગાઉ વર્ષ ૨૦૧૯ના વર્લ્ડકપમાં જાડેજાને લઇને વિવાદિત ટિપ્પણી કરનારા સંજય માંજરેકરે ફરી એકવાર આવી ટિપ્પણી કરી છે, માંજરેકરે આ વખતે જાડેજા અને હાર્દિક પંડ્યાને વનડે ટીમમાંથી પડતા મુકવાની વાત કહી દીધી છે. વાતચીત દરમિયાન માંજરેકરે જાડેજાને લઇને પોતાનો મત વ્યક્ત કર્યો, અને કહ્યું કે, આ ઓલરાઉન્ડરને લઇને મને કોઇ પરેશાની નથી. પરંતુ તેને પ્રૉબ્લમ છે કે વનડે અને ટી૨૦ જેવી મેચોમાં જાડેજાને રમાડવામાં. માંજરેકરે ધ હિન્દુને કહ્યું કે મે છેલ્લા કેટલાય વર્ષોમાં જે સિદ્ધાંત શિખ્યા છે, તેના પર મારુ સિલેક્શન અને વિચાર આધારિત છે. તેમને કહ્યું મને જાડેજાથી કોઇપણ પ્રકારની કોઇ પરેશાન નથી, મને તે તેમના જેવા વ્હાઇટ બૉલ ક્રિકેટરો સામે પ્રૉબ્લમ છે. એટલે સુધી કે હાર્દિક પંડ્યા પણ મારી ટીમમાં નહીં હોઇ. મેં હંમેશા જાડેજાને ટેસ્ટ ફોર્મેટમાં પ્રાથમિકતા આપી છે. એટલે કે જાડેજાની સાથે સાથે હાર્દિક પંડ્યાને પણ સંજય માંજરેકર વનડે ટીમમાંથી કાઢી મુકવાની વાત કહી હતી.