(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૬
ધરપકડથી બચવા માટે છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભમાં ઉતરી ગયેલાં હાર્દિક પટેલ માટે અત્યંત રાહતના સમાચાર છે. હાર્દિક પટેલને સુપ્રીમમાં મળી મોટી રાહત મળી છે.આજની સુનાવણી મુલત્વી રહેતા વધુ સુનાવણી ૨૦ માર્ચે હાથ ધરાશે. હવે ૨૦ માર્ચ સુધી પોલીસ નહીં કરી શકે ધરપકડ. અગાઉ સુપ્રીમ કોર્ટે ૨૦૧૫ના પાટીદાર આંદોલન કેસમાં હાર્દિક પટેલને ૬ માર્ચ સુધી આગોતરા જામીન આપ્યા હતા. એટલું જ નહીં આ સાથે સુપ્રીમ કોર્ટે પાટીદાર આંદોલન દરમિયાન થયેલી હિંસા મામલે FIR રદ કરવાની અનુરોધવાળી હાર્દિક પટેલની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ પણ માગ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે હાર્દિકની સેશન્સ કોર્ટે ઈશ્યુ કરેલા બિનજામીન પાત્ર વોરન્ટ સામેની અરજીની સુનાવણીમાં સરકારી વકીલે સુપ્રીમ કોર્ટમાં ઉપરોક્ત કેસ અનિર્ણિત હોવાથી અને તેની સુનાવણી આજ રોજ હોવાથી હાઇકોર્ટ પાસે સોમવાર સુધીનો સમય માંગ્યો હતો તથા બાંહેધરી આપી હતી કે આવતી મુદ્દત સુધી હાર્દિક ની ધરપકડ નહી કરવામાં આવે.