(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૪
ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી એને બેટ્‌સમેન રોહિત શર્મા અંગે મોટું નિવેદન આપ્યું છે. હરભજન સિંહના મતે સમગ્ર ભારતીય ટીમ રોહિત શર્મા અને વિરાટ કોહલી પર નિર્ભર કરે છે. આ બંને ખેલાડીઓ આઉટ થઈ જાય છે તો ટીમ માટે જીત પ્રાપ્ત કરવી મુશ્કેલ થઈ જાય છે.
રોહિત શર્મા અને હરભજન સિંહે ઈન્સ્ટાગ્રામ પર એક લાઈવ સેશન કર્યું હતું જેમાં બંને ખેલાડીઓએ ક્રિકેટ અને ક્રિકેટરો સાથે જોડાયેલી વાતો શેર કરી હતી. હરભજન સિંહે જણાવ્યું કે, હાલની ભારતીય ટીમ વિરાટ અને તારા (રોહિત શર્મા) નિર્ભર કરે છે. તું અને વિરાટ આઉટ થઈ જાય છો તો ટીમમાં કોન્ફિડન્સ રહેતું નથી. અમારા સમયે જો એક ખેલાડી પરફોર્મ કરી શકતો નહતો તો તેના પછી યુવી અને રાહુલ દ્વવિડ મેચ જીતાવી દેતા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ટીમમાં જો ટોન ત્રણ બેટ્‌સમેન પરફોર્મ કરી શકતા નથી તો લાગે છે કે, હવે મેચ જીતી શકાય તેમ નથી. આ ટીમમાં ટેલેન્ટની કમી નથી પરંતુ ટીમને મેચ વિનર્સની જરૂર છે. તમારો વર્લ્ડ કપ સારો રહ્યો પરંતુ તમે સેમીફાઈનલ્સમાં હારી ગયા. જો ૩-૪ ખેલાડી પરફોર્મ કરતા તો આપણે વર્લ્ડ કર જીતી જતા.