વોશિંગટન,તા.૩૦
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેન પોતાના કુતરાની સાથે રમતા સમયે દુર્ઘટનાના શિકાર થઈ ગયા છે. જાણવા મળી રહ્યું છે કે તેમના ડાબા પગના હાટકામાં ક્રેક થઈ ગયું છે અને આવનારા કેટલાક સપ્તા સુધી તેઓ સહારા વગર ચાલી શકશે નહીં. ઘટનાના સમયે બાઇડેન પોતાના જર્મન શેફર્ડ કુતરા ’મેજર’ની સાથે રમી રહ્યા હતા. જો બાઇડેનની પાસે આવા બે કુતરા છે. તો આ દુર્ઘટના બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાઇડેનના જલદી સાજા થવાની કામના કરી છે. જો બાઇડેનના અંગત ચિકિત્સક કેવિન ઓ કોર્નરે કહ્યુ કે, નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિના પગમાં મચકોડ આવ્યો છે અને કારણે એક્સ-રેમાં તે સામે આવ્યું નહીં. બાદમાં સીટી સ્કેનમાં ખુલાસોથયો કે બાઇડેનના ડાબા પગના હાટકામાં ક્રેક આવ્યો છે. તેમણે કહ્યું કે, બાઇડેને આવનારા કેટલાક સપ્તાહ સુધી સહારાની સાથે ચાલવું પડી શકે છે. જાણવા મળ્યું કે, ૭૮ વર્ષના બાઇડેન પોતાના કુતરાની સાથે રમતા સમયે પડી ગયા હતા. જો બાઇડેનની નેવાર્કમાં નિષ્ણાંતોની નજરમાં રવિવારે એક કલાક સુધી સારવાર ચાલી હતી. બાઇડેન જ્યારે હોસ્પિટલથી પરત આવી રહ્યાં હતા ત્યારે તેઓ વેનમાં હતા. મહત્વનું છે કે ચૂંટણી જીત બાદ હવે ૨૦ જાન્યુઆરીએ બાઇડેન રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. તેમણે પોતાની કેબિનેટ બનાવવાનું પણ શરૂ કરી દીધું છે. તો ડોનાલ્ડ ટ્રમ્પ હવે ધીમે-ધીમે હાર માનવાની દિશામાં આગળ વધી રહ્યાં છે.