(એજન્સી) તા.૯
સૂચાઓ યુનિવર્સિટીના પ્રોફેસર અને સેન્ટર ફોર ચાઈના એન્ડ ગ્લોબલાઈઝેશનના ઉપપ્રમુખ વિકટર ગાઓએ તેમના લેખ ‘China and India Are Super-Populations-They Have to be Super-Responsible’માં કહ્યું હતું કે ચીન અને ભારતે શાંતિપૂર્વક મતભેદો ઉકેલવા જોઈએ તેમણે લખ્યું હતું કે બંને દેશોએ વિશ્વ પ્રતિ તેમની જવાબદારીઓ અંગે જાગૃત થવાની જરૂર છે. તેમણે તેમની વચ્ચેના મતભેદોનો શાંતિપૂર્ણ ઉકેલ લાવી વિકાસને આગળ વધારવા માટે એકબીજા સાથે ઊભા રહેવાની જરૂર છે. હું પ્રોફેસર ગાઓને સંપૂર્ણ સન્માન આપુ છું. પરંતુ તેમના દ્વારા લખવામાં આવેલા લેખને વાસ્તવિક્તાઓની સમજનો અભાવ સ્પષ્ટ રીતે નજરે પડે છે.
એક સમયે ચીન ભલે સમાજવાદી દેશ રહ્યો પરંતુ હવે ચીન સામ્રાજ્યવાદી છે. હવે તે નવા બજારો, કાચામાલ અને લાભદાયક રોકાણ માટે નવા માર્ગોની શોધમાં છે. આજે ચીની સામ્રાજ્યવાદનો વ્યાપ વધી રહ્યો છે. તેથી તે વિશ્વશાંતિ સામે સૌથી મોટો ભય છે. તેણે વિકસિત દેશો ઉપરાંત એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાની અર્થવ્યવસ્થામાં પણ ઘૂસણખોરી કરી છે. તિબેટ અને લદ્દાખ સાઈબિરિયાની જેમ વેરાન દેખાય છે પરંતુ તે સાઈબિરિયાની જેલ જ બહુમૂલ્ય ખનીજ તત્ત્વો અને અન્ય પ્રાકૃતિક સંપત્તિથી ભરપૂર છે. ચીન હરણફાળ ભરી રહેલા તેના ઉદ્યોગોને કાચામાલનો પુરવઠો મળી રહે તે હેતુથી ત્યાં કબજો કરવાની ઈચ્છા ધરાવે છે. લદ્દાખની ધરાવે છે. લદ્દાખની ગલવાન ખીણ પેગોન્ગ ત્સો, ડેમ ચોક અને ફાઈવ ફિંગર્સ વગેરે સ્થળોએે ચીનની ઘૂસણખોરી પાછળ આ જ વાસ્તવિક કારણ છે. ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીની વિદેશમંત્રી વાંગ યી વચ્ચે તાજેતરમાં થયેલી મંત્રણામાં બંનેે પક્ષો સૈન્યને પાછળ ખેચવા માટે સંમંત થયાં હતાં પરંતુ આ ફક્ત થોડા સમય માટે જ છે.
ચીન પોતાના ઉદ્યોગો માટે કાચામાલની જરૂરિયાતને પૂરી કરવા ફરી ઘૂસણખોરી કરશે. આ જ કારણોસર તેણે હંમેશાં નકશા પર ન્છઝ્રને સ્પષ્ટ રીતે રેખાકિંત કરવાનો ઈન્કાર કર્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો ચીન એક વિશાળ સામ્રાજ્યવાદી દેશ છે જે સતત તેનો વિસ્તાર વધારતો રહેશે. એટલે જ પ્રો.ગાઓ દ્વારા કરવામાં આવેલી શાંતિની બધી વાતો ફક્ત નિવેદનબાજ અને શબ્દાડંબર છે. હિટલરે પણ હંમેશાં આક્રમણ કરવાનો માર્ગ પસંદ કરતી વખતે શાંતિની વાતો કરી હતી.
– નિવૃત્ત જસ્ટિસ માર્કન્ડેય કાત્જુ (સૌ. :- જનસત્તા.કોમ)

પેગોંગ ત્સો લેકના વિસ્તારમાંથી હજુ પણ ચાઇનીઝ આર્મી પાછી ખસી નથી

(એજન્સી) તા.૯
લદાખની પૂર્વે આવેલી વાસ્તવિક અંકુશ રેખા ઉપર ઉદભવેલી તંગદીલી ઘટાડવા અને ભારત-ચીન વચ્ચે પ્રવર્તી રહેલા સરહદી તણાવને ઓછો કરવા તાજેતરમાં જ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ અને ચીનના વિદેશ મંત્રી વેંગ યી વચ્ચે તાજેતરમાં જ બે કલાક સુધી ટેલિફોન ઉપર વાતચીત ચાલી હતી જેના ફળદાયી પરિણામ જોવા મળ્યા હતા અને બંને દેશોની સેનાએ ફોરવર્ડ પોઇન્ટ પરથી પીછેહઠ કરી હતી, અર્થાત બંને દેશોના સત્તાધિશોએ સરહદે તણાવ ઓછો કરવા સર્વસંમતિ દર્શાવી હતી. ભારતે નક્કી કર્યા મુજબ પોતાની સેનાને પાછી ખસેડી લીધી છે અને ચીને પણ ગલવાનના ખીણ પ્રદેશમાંથી પોતાનું લશ્કર પાછુ ખેંચી લીધું હતું પરંતુ પેગોંગ ત્સો લેક વિસ્તારમાં પરિસ્થિતિ કંઇક જુદી જ છે. અજીત ડોભાલ અને વેંગ યી વચ્ચે થયેલી વાતચીત મુજબ ચીને તેનું લશ્કર પેગોંગ લેક વિસ્તારમાંથી પણ પાછુ ખસેડવાનું હતું પરંતુ આજે પણ આ લેકની આજુબાજુના વિસ્તારોમાં ચીનનું સૈન્ય તૈનાત થયેલું જોવા મળે છે.
વાસ્તવમાં સરહદે આવેલી વાસ્તવિક અંકુશ રેખા ઉપર હાલ શું પરિસ્થિતિ પ્રવર્તે છે તે અંગે ભારત સરકારનું વિદેશ મંત્રાલય પોતે પણ કંઇ જાણતુ ન હોય તેમ લાગે છે, અથવા તો તેને આ અંગે કોઇ માહિતી ન હોવી જોઇએ. સોમવારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિ ઝિઆને બેઇઝિંગ ખાતે પત્રકારોને કહ્યું હતું કે બંને દેશો સરહદે પ્રવર્તી રહેલી તંગ પરિસ્થિતિને સામાન્ય કરવા સંમત થઇ ગયા છે અને બંને દેશોએ પોતાના લશ્કરને પણ પાછુ ખેંચી લેવા સંમતિ દર્શાવી છે.
આ ખરેખર એક સારા સમાચાર હતા પરંતુ આ સકારાત્મક સમાચાર શું ભારતના સૈનિકો પાછા ખસી રહ્યા છે ? એવા પ્રશ્નનો ભારતના વિદેશ મંત્રાલય પાસે કોઇ સ્પષ્ટ ઉત્તર નથી. જો ભારતીય સૈન્ય પાછું ખસી રહ્યું હોય તો એવા સમયે જ કેમ પાછુ ખસી રહ્યું છે જ્યારે ચીનનું લશ્કર પેંગોગ લેકના વિસ્તારમાં હજુ પણ તૈનાત છે ? એટલું જ નહીં ચીનનુ સૈન્ય તો પેગોંગ લેક વિસ્તાર ઉપરાંત હવે નજીકના દેપસાંગ વિસ્તારમાં પણ પોતાની હાજરી વધારી રહ્યું છે.
પેગોંગ સો લેક વિસ્તારની વાત કરવામાં આવે તો ચીનનું સૈન્ય હજુ આ વિસ્તારમાંથી પાછુ ખસ્યું નથી. સોમવારે ચીનનું લશ્કર પોઇન્ટ ૪થી પોઇન્ટ ૫ તરફ આગળ વધી રહેલું જોવા મળ્યું હતું એમ પ્રાપ્ત અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો. આ તમામ સ્થિતિને જોતાં ભારત-ચીન માટે પેગોંગ સો લેકનો વિસ્તાર થોડા સમય માટે બહુ વિવાદાસ્પદ રહી શકે છે.