અંકલેશ્વર, તા.૨૮

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા પોલીસનું મનોબળ વધારવા ડીજીપી કમેન્ડેશન ડિસ્ક નામના ચંદ્રક આપવાની પ્રથા શરૂ કરાઇ છે.

જેમાં અંકલેશ્વરના મૂળ વતની અને હાલમાં સુરત ખાતે પશ્ચિમ રેલ્વેમાં એલ.સી.બી.માં પી.એસ.આઇ. એન.એમ.તલાટીને તા.૨૭.૦૭.૨૦ના રોજ કમેન્ડેશન ગુજરાત પોલીસ એકેડમી કરાઇ ખાતે પોલીસ ચંદ્રક તથા સન્માન પત્ર એનાયત કરાતાં તેઓેના કુટુંબીજનો તથા મિત્ર મંડળમાં તથા પોલીસ બેડામાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.

નાઝીમ એમ.તલાટીએ વર્ષ ૨૦૦૩થી ૨૦૦૭ બેંગલોર ખાતેથી મ્.ઈ. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો ત્યારબાદ ૨૦૦૭થી ૨૦૦૯ બેંગલોર ખાતે ઁ.ય્.ડ્ઢ.સ્. (ઇ.્‌.ઈ.જી.)નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો ત્યારબાદ ૨૦૧૩ માં સીધી ભરતીના પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકે પસંદગી પામ્યા હતા પહેલું પોસ્ટિંગ સુરત ગ્રામ્યમાં થતા પ્રોબેશનર પી.એસ.આઇ. તરીકે કોસંબા મુકામે પો.સ્ટે.માં નિમણૂંક થઈ હતી ત્યારબાદ સુરત જિલ્લામાં ઓલપાડ સુરત રેન્જમાં ડિટેકશન પી.એસ.આઇ. તરીકે પોતાની ફરજ બજાવી ત્યારબાદ પશ્ચિમ રેલ્વે વડોદરા ખાતે બદલી થતાં એલ.સી.બી. સુરત રેલ્વેમાં હાલ ફરજ બજાવી રહ્યા છે તેમણે રેલ્વેમાં ધાડ, ખૂન, લૂટ, અપહરણ અને ચોરી જેવા અનડિટેક્ટ ગુનાઓ શોધવા ખુબજ કહંત પૂર્વક ફરજ બજાવી રહ્યા છે તેમણે જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં આરોપીઓને પકડી પાડવામાં મહત્ત્વ૦ની ભૂમિકા ભજવી હતી. જેઓને ગુજરાત પોલીસ એકેડમી કરાઇ ખાતે રાજ્યના પોલીસ વડા દ્વારા ચંદ્રક તથા સન્માન પત્રથી સન્માનીત કરાતાં તેઓએ જણાવ્યું હતું કે ઉપરોક્ત સન્માનથી હું ખુબજ ખુશ છે જેનો પ્રથમ જશ મારા માતા-પિતા કુટુંબીજનો તથા રાજ્યના પોલીસ વડા અને મારા ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફને આપું છું.

 

 

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા પોલીસનું મનોબળ વધારવા ડીજીપી કમેન્ડેશન ડિસ્ક નામના ચંદ્રક આપવાની પ્રથા શરૂ કરાઇ છે. ત્યારે અંકલેશ્વરના વતની અને હાલ એલ.સી.બી. સુરત રેલ્વેમાં પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવી રહેલ નાઝીમ એમ. તલાટીને પોલીસ દળ ઉમદા કામગીરી બદલ પોલીસ ચંદ્રક, ડીજીપી કમેન્ડેશન ડિસ્ક તથા સન્માન પત્ર રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા અર્પણ કરાયું હતું. જે તસવીર માં નજરે પડે છે.