જામનગર, તા.ર૩
હાલારમાં જળવાઈ રહેલા વરસાદી માહોલ વચ્ચે હાલારમાં કેટલાક તાલુકા મથકમાં મેઘરાજાની કૃપા વરસી હતી.
જામનગર જિલ્લાના જામજોધપુરમાં ૧૦ મીમી, ધ્રોળમાં ૧૦ મીમી અને લાલપુરમાં ૯ મીમી વરસાદ થયો હતો. તો ગામડાઓની વિગતો જોઈએ તો પીઠડમાં રપ, બાલંભામાં ૬, વાંસજાળિયામાં ૧૧, લતીપુરમાં પાંચ, મોડપરમાં ૧૦, ધ્રાફામાં ૧૩, ભણગોરમાં ૧ર મીમી વરસાદ થયો હતો. આમ સૌથી વધુ પીઠડ પંથકમાં એક ઈંચ વરસાદ થયો છે. તો ડેમ સાઈટ ઉપર પણ મેઘમહેર થઈ હતી. જેમાં ફૂલઝર-૧ માં ર૦, ફૂલઝર-ર માં ૩૦, સોરઠીમાં ૪૦, ડાયમીબ સારમાં ૩૦, આજી-૪માં ૧પ, રૂપવટીમાં ૧પ મીમી વરસાદ વરસ્યો હતો.
તો દ્વારકા જિલ્લામાં સૌથી વધુ દ્વારકામાં ૪૧ મીમી જેટલો સારો વરસાદ થયો હતો. જ્યારે ભાણવડમાં ત્રણ મીમી, ખંભાળિયામાં ત્રણ મીમી વરસાદ થયો હતો.
ખંભાળિયામાં વીજળીના કડાકા-ભડાકા જોવા મળ્યા હતા અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. પરંતુ માત્ર ઝાપટાં વરસી જતા લોકો બફારામાં અકળાઈ ગયા હતા. તો ખંભાળિયા તાલુકાના કેશોદ, ભાડથર, વિંજલપર ગામમાં અડધોથી પોણો ઈંચ વરસાદ થયો હતો. તો આંબરડી ગામમાં દોઢ ઈંચ વરસાદ વરસી જતાં સમગ્ર ગામ પાણી-પાણી થઈ ગયું હતું અને ખેતરો પણ પાણીથી તળબોળ થઈ ગયા હતાં.
હાલારમાં વરસાદી ઝાપટાં : કેટલાક સ્થળે અડધાથી દોઢ ઈંચ વરસાદ

Recent Comments