જામનગર, તા. ર૮
જામનગરમાં છેલ્લા પાંચ દિવસમાં તાપમાનમાં ક્રમશઃ ૬.પ ડિગ્રીનો ઘટાડો થયો છે, અને છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૧.પ ડિગ્રી નોંધાયું છે. જામનગર સહિત હાલારમાં બર્ફિલા પવન સાથે શિતલહેરના કારણે લોકો તાપણા-ગરમ વસ્ત્રો અને ગરમ પીણાનો સહારો લેતા જોવા મળે છે.
જામનગર સહિત હાલારમાં હાડ ધ્રુજાવતી ઠંડી પડી રહી છે અને બર્ફિલા પવનો સાથે શિતલહેરના કારણે લોકો ઠંડીથી બચવા તાપણા, ગરમ વસ્ત્રો અને ગરમ પીણાનો સહારો લઈ રહ્યા છે. જામનગરમાં છેલ્લા પાંચ દિવસમાં તાપમાન ક્રમશઃ ૬.પ ડિગ્રી ઘટી ગયું છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન તાપમાન ૧૧.પ ડીગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ૩ ટકા રહ્યું છે, જ્યારે પવનની ગતિ પ્રતિકલાક સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહી છે. હાલારમાં કડકડતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. લોકો રાત્રિના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે અને રાત્રિના માર્ગો સૂમસામ થઈ જાય છે. લોકો જરૃર વિના પ્રવાસ કરવાનું પણ ટાળી રહ્યા છે, જો કે વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને ધંધાર્થીઓને કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.