(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.ર૮
અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ આકાર લેતા તે આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા હતી. સંભવિત વાવાઝોડા ની દિશા ગુજરાત તરફથી બદલાઈને ઓમાન તરફ ની થતા હાલના તબક્કે વાવાઝોડા ની ઘાત ટળી છે દક્ષિણ ગુજરાતમાં ઉનાળાની અસહ્ય ગરમી અને બફારા માં રાહત અનુભવાઇ રહી છે. આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમ દિશાથી ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. ગત રોજની સરખામણીમાં આજે સાંજ સુધી ગરમીનો પારો ઘટે તેવી પૂરી શક્યતા છે .
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન સંભવિત વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં રહે તેવી શક્યતા હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં સર્જાયેલી વાવાઝોડાની દિશા ગુજરાત ના બદલે ઓમાન તરફ ફંટાઈ હોવાનું જાણવા મળ્યું છે હાલ વાવાઝોડાની ઘાત ટળી હોવાનું માની શકાય તેમ છતાં હવામાન વિભાગ સતત પવનની દિશા પર નજર રાખી રહ્યું છે.