સાવરકરના હિંદુત્વના વિઝનના મૂળમાં જઈએ તો હવે તે મતદારો પર છે કે તે બિનસાંપ્રદાયિક
પક્ષો પર દબાણ લાવે કે તેઓ રાજકારણને ધર્મથી અલગ રાખવા પગલાં લે
વીર સાવરકર અને મોહમ્મદ અલી ઝીણા બંને અજ્ઞેયવાદી હતા, પરંતુ બંનેએ તેમના ધર્મનો ઉપયોગ ઇતિહાસને બદલવા માટે કર્યો. ઝીણાના દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતના લીધે ભારતનું વિભાજન થયું અને સાવરકરની હિંદુત્વની વિચારધારાએ આજના ભારતના બહુલતાવાદી, અનેક ધર્મો ધરાવતા, અનેક ભાષાઓ ધરાવતા અને અનેક સંપ્રદાયો ધરાવતા બિનસાંપ્રદાયિક તાણાવાણાને ભયમાં મૂક્યા છે. સ્વામી વિવેકાનંદે શિકાગોમાં ૧૮૯૩માં ધર્મસંસદમાં જણાવ્યું હતું કે મને તે ધર્મનો હિસ્સો હોવાનું ગૌરવ છે જેણે વિશ્વને સહિષ્ણુતા શીખવાડી અને સર્વસ્વીકાર્યતાનો અનુભવ કરાવ્યો. ગીતામાં આ સિદ્ધાંત દર્શાવવામાં આવ્યો છે, જે પણ મારી સન્મુખ જે તે સ્વરૂપમાં આવ્યું છે હું તેની સમક્ષ પહોંચ્યો છું. દરેક વ્યક્તિ વિવિધ માર્ગ કે સંપ્રદાય કે જુદા ધર્મના માર્ગે મારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે અને મારામાં જ તેના અસ્તિત્વનો લોપ થાય છે. સંપ્રદાયવાદ, દગાખોરી અને તેના ભયજનક વારસારૂપી ગાંડપણે આ સુંદર પૃથ્વીને લાંબા સમયથી તેના અંકુશમાં રાખી છે. તેઓએ પૃથ્વીને હિંસાથી ભરી દીધી છે, તેઓ વારંવાર માનવ રક્તપાત કરે છે, કેટલીય ંસંસ્કૃતિઓને ખતમ કરી દીધી છે અને કેટલાય રાષ્ટ્રો પૃથ્વી પરથી અદ્રશ્ય થઈ ગયા છે.જ્યારે અમારો ધર્મ સમગ્ર વિશ્વ એક કુટુંબ હોવાની વાત કરે છે. ઋગ્વેદમાં કહેવાયું છેઃ સત્ય એક છે, કાબેલ વ્યક્તિ તેને વિવિધ રીતે વ્યાખ્યાયિત કરે છે. ભાજપ ક્યારેય આપણને ભારતનો ભવ્ય ભૂતકાળ યાદ અપાવવામાંથી ભૂલતું નથી, પરંતુ તે પોતે પણ ક્યારેય તેનો હિસ્સો ન હતુ.
કોઈ કલ્પી શકે કે હિંદુત્વનો સીધો અર્થ હિંદુ ધર્મ થાય છે. પરંતુ હવે આ રાજકીય સિદ્ધાંત બની ગયો છે. સાવરકર લખે છે કે આપણા કેટલાક મુસ્લિમ કે ખ્રિસ્તી બંધુઓની પવિત્ર જમીન અરબસ્તાન કે પેલેસ્ટાઇન ે. તેમની દંતકથાઓ અને ગોડમેન, વિચારો હીરો તે આપણી ધરતીના નથી. હિંદુ એટલે જે સિંધુથી લઈને હિમાલય અને અરબ સાગરની વચ્ચે આવેલી જમીન પર તેના પિતૃઓના કાળથી રહેતો વ્યક્તિ. તેથી જ તેઓ આ રીતે ભારતને પિતૃભૂમિ પણ કહે છે. સાવરકર હિંદુત્વ અને હિંદુઇઝમ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરનારી પ્રથમ વ્યક્તિ હતા. તેમણે જણાવ્યું હતું કે અહીં તે બાબત પરત્વે આંગળી ચીંધવી જરૂરી છે કે હિંદુઇઝમ દ્વારા અસ્પષ્ટ રીતે નિર્દેશિત કરાયેલું હિંદુત્વ બંને એક સમાન નથી.
બી.આર.આંબેડકરે તેમના પુસ્તક થોટ્સ ઓન પાકિસ્તાનમાં લખ્યું હતું કે સાવરકરે સ્પષ્ટ પણે લખ્યું છે કે હિંદુઓનો પોતાનો અલગ દેશ હોવો જોઈએ. અમદાવાદમાં ૧૯૩૭માં હિંદુ મહાસભાના સત્રમાં તેમણે આ વાત કહી હતી. સાવરકરે સ્પષ્ટ જણાવ્યું હતું કે એક હિંદુ અને બીજું મુસ્લિમ બંને રાષ્ટ્ર હોવા જરૂરી છે. પણ આ જ સાવરકર દેશના વિભાજનના સમર્થક ન હતા. તેઓ એક જ દેશની અંદર બે રાષ્ટ્ર રચવામાં આવે તેમ માનતા હતા, જે બંનેનું બંધારણ પાછું એક હોય. તેમણે જણાવ્યું હતું કે આ બંધારણ પાછું એવું હોવું જોઈએ કે હિંદુ રાષ્ટ્ર સ્પષ્ટપણે પ્રભુત્વતાજનક સ્થિતિમાં હોવું જોઈએ. જ્યારે મુસ્લિમ રાષ્ટ્રએ એક આધીન પ્રાંત તરીકે હિંદુ રાષ્ટ્ર સાથે સહયોગ કરીને તેનું અસ્તિત્વ જાળવી રાખવું જોઈએ. આ તેમની નેમ હતી. આમ ઝીણાનો બહુમતવાદનો ભય સ્પષ્ટપણે કોઈ આ હિંદુ રાષ્ટ્રના સૂચનમાં જોઈ શકે છે. આજે ભારતમાં બહુમતવાદનો પ્રભાવ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ જ પશ્ચાદભૂમિમાં સુપ્રીમ કોર્ટે ૧૧ ડિસેમ્બર ૧૯૯૫ના રોજ ડો. રમેશ યશવંત પ્રભુ વિ. પ્રભાકર કાશીનાથ કુંતે કેસમાં ચુકાદો આપ્યો હતો. તેનો સમજવો અઘરો છે. કોર્ટે જણાવ્યું હતું કે હિંદુ, હિંદુત્વ અને હિંદુઇઝમ નામના શબ્દનું કોઈ ચોક્કસ રીતે વર્ણન કરી શકાય તેમ નથી. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે હિંદુઇઝમ અને હિંદુત્વ સમજવા જરૂરી નથી અને તેમણે તેની વ્યાખ્યા એકદમ સાંકડી કરી નાખતા હિંદુત્વને ભારતીય ઉપખંડમાં રહેતા લોકોની જીવનશૈલી ગણાવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક રામ માધવે ૨૦૨૧માં તેમના પુસ્તક ધ હિંદુત્વ પેરાડાઇમમાં યોગ્ય રીતે તેની સામે સવાલ ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે કયો ધર્મ જીવનની ધારા નથી. આફ્રોએશિયન ધર્મો તેને માનનારાના જીવનના દરેક પાસાને સ્પર્શે છે અને આ જ રીતે ઘણા ભારતીય ધર્મો જેવા કે બુદ્ધિઝમ, જૈનિઝમ, શીખીઝમ અને વેદિક હિંદુઇઝમ પણ છે. આ સંદર્ભમાં તેઓ પણ ફક્ત પૂજાના માર્ગો કે સંપ્રદાયો નહી પણ જીવશૈલી જ કહી શકાય.
તેમા સૌથી વધારે આંચકાજનક દલીલ તો સુપ્રીમ કોર્ટે હિંદુત્વ શબ્દના ઉપયોગ અને ભારતીયકરણ અંગેની તેની સમજ પર આપી છે. તેમણે ભારતીયકરણને બધી સંસ્કૃતિઓના દેશમાં સહઅસ્તિત્વના લીધે ઉદભવેલના એકસમાન કલ્ચરને હિંદુત્વની અંદર ગણ્યું છે. મેં મારા ૨૦૧૬ના પુસ્તક સેક્યુલરિઝમ ઇન્ડિયા એટ ક્રોસ રોડ પર આ વાતની નીચે અંડરલાઇન કરી છે.
તેના લીધે દેશની ધાર્મિક અને સાંસ્કૃતિક લઘુમતીઓની ઓળખ સામે મોટો ભય સર્જાયો છે. આ ભય સાચો પણ છે. સુપ્રીમ કોર્ટે જાહેરાત કરી છે કે બિનસાંપ્રદાયિકતા ભારતીય બંધારણના મૂળભૂત માળખાનો હિસ્સો છે, પરંતુ ૧૯૯૫માં કોર્ટના ચુકાદાને વાંતતા તે આંચકો લાગે છે જેમાં શિવ સેના અને ભાજપે તેમના ઉમેદવારને જીતાડવાની અપીલ કરી હતી જેના લીધે મહારાષ્ટ્રમાં દેશનું પ્રથમ હિંદુ રાજ્ય સ્થાપી શકાય, જેમા તેમણે ધાર્મિક આધારે નહી પણ આ રીતે હિંદુ રાજ્ય સ્થાપવા માટે મતદાન કરવા અપીલ કરી હતી. કોર્ટના તારણોમાં પણ આ પ્રકારના વિરોધાભાસી વલણને સુધારવાની જરૂર છે. આ જોતા માનવામાં આવ્યું હતું કે કોર્ટ કોર્ટ ઉપરના ચૂંટણીના કેસની સુનાવણી કરતી વખતે આ સુધારો કરશે, પરંતુ તેણે ફક્ત ચૂંટણીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે કે નહીં તેટલું જ જોવાનું મુનાસિબ સમજ્યું. ભારતમાં બિનસાંપ્રદાયિકતાનું ભવિષ્ય છેલ્લા કેટલાક સમયથી ભયના ઓથાર હેઠળ છે, હવે ભારત કેટલા સમય સુધી બિનસાંપ્રદાયિક રહે તે જોવાનું છે. ફિલોસોફી અને હિંદુ ધર્મ અંગેના વર્લ્ડ વ્યુ અંગે ઉપર ટૂંકમાં જણાવાયું છે. આટલું ઓછું હોય તેમ ડિસેમ્બર ૨૦૨૧માં હરિદ્વાર ખાતે યોજાયેલી ધર્મ સંસદમાં જે પ્રકારના ઉશ્કેરણીજનક કોમવાદી ભાષણો અપાયા અને ભારતીય મુસ્લિમોના નરસંહારની વાતો કહેવામા આવે ત્યાં તો રીતસરની હદ આવી ગઈ. ધર્મની સંસદમાં ધાર્મિક મૂલ્યોને વધુને વધુ ઉચ્ચસ્તરે લઈ જવાની વાત હોય તેના બદલે આવી કેવા પ્રકારની વાત કરવામાં આવી.
તેનાથી વધારે આંચકાજનક વાત એ છે કે આ પ્રકારના ઉચ્ચારણ છતાં પણ કોઈની ધરપકડ ન કરવામા આવી અને કોર્ટમાં કેસ ન કરવામાં આવ્યો. સૌથી વધારે આંચકાજનક વાત એ છે કે રાજ્યના અને કેન્દ્ર સરકારના ટોચના નેતાઓે આ મુદ્દે મૌન જાળવ્યું. આ ઉપરાંદ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ભાષણોમાં સ્પષ્ટપણે કોમી ધ્રુવીકરણના પ્રયત્નો દેખાય છે. તેઓ જ્યારે ૮૦ઃ ૨૦ એટલે કે હિંદિ અને લઘુમતીઓની વાત કરે છે ત્યારે મતદાતાઓ વચ્ચે રીતસરનું હિંદુ-મુસ્લિમ વિભાજન કરે છે. આમ ભારતની હિંદુ રાષ્ટ્ર તરફ કૂચ થઈ રહી છે તે ઘણા ચેતવણીજનક સંકેત છે. ભારત આ વર્ષે પાંચ રાજ્યોની ચૂંટણીના સ્વરૂપમાં એક રીતે મિની જનરલ ઇલેકશનનો સામનો કરી રહ્યું છે. મતદાતાઓએ બિનસાંપ્રદાયિક પક્ષો પર ભાર મૂકીને તેમની પાસે પ્રતિજ્ઞા લેવડાવી જોઈએ કે તેઓ રાજકારણને ધર્મથી જુદો કરવાના પગલા લેશે. આ એ ધ્યેય છે જેને ૧૯૪૮ની બંધારણીય ધારાસભામાં પસાર કરવામાં આવ્યું હતું.
(લેખક પૂર્વ કેન્દ્રીય ગૃહસચિવ અને ન્યાય વિભાગના સચિવ છે. તેમનું છેલ્લું પુસ્તક છે ઇન્ડિયા અ ફેડરલ યુનિયન ઓફ સ્ટેટ્સઃ ફોલ્ટલાઇન્સ, ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ)
(સૌ : ધ વાયર.ઈન)
– માધવ ગોડબોલે
હિંદુત્વ અને ધર્મને અપાઈ રહેલો રાજકીય રંગ

Recent Comments