(એજન્સી) તા.૧૧
એક અસામાન્ય ચુકાદામાં દિલ્હી હાઇકોર્ટેે દિલ્હી પોલીસ દ્વારા જારી કરવામાં આવેલ વિવાદાસ્પદ આદેશને રદબાતલ ઠરાવવાનો ઇન્કાર કર્યો હતો. તેમાં જણાવાયું છે કે કેટલાક હિંદુ યુવાનોની ધરપકડને કારણે હિંદુ સમુદાયમાં નારાજગી ઊભી થઇ છે અને તેથી સબોર્ડિનેટ અધિકારીઓએ કોઇ પણ વ્યક્તિની ધરપકડ કરતી વખતે યોગ્ય તકેદારી રાખવી જોઇએ.
સાહિલ પરવેઝ એન્ડ અનધર વર્સિસ ગવર્નમેન્ટ ઓફ એનસીટી ઓફ ડેલ્હી એન્ડ અધર્સ કેસમાં શુક્રવારે આ ચુકાદો આપવામાં આવ્યો હતો. હાઇકોર્ટના જજ સુરેશકુમાર કાયતે નોંધ્યું હતું કે ૨૪ ફેબ્રુ.થી ૨૬ ફેબ્રુ. દરમિયાન દિલ્હીમાં રમખાણો થયાં હતાં અને જુલાઇ, ૮નો આદેશ જારી કરાયો તે પહેલા રમખાણોને લગતા કેસ દાખલ થયાં હતાં. આથી જસ્ટીસ કાયતે જણાવ્યું હતું કેે ૮-૭-૨૦૨૦ના પત્રની બજવણી પૂર્વે આરોપીઓ સામે ચાર્જશીટ થઇ ચૂકી છે અને તેથી કોઇ પૂર્વગ્રહ ઊભો થતો નથી. વાસ્તવમાં આ આદેશમાં ઉડીને આંખે વળગે એવી ત્રણ ક્ષતિ છે.
પ્રથમ ક્ષતિ એ છે કે પિટિશનરોએ હિંદુ આરોપીઓ પર પોલીસે કૂણું વલણ દાખવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે અને બે કેસોમાં કુલ ૨૨ હિંદુઓ સામે ચાર્જશીટ થઇ છે તે હકીકત આ પિટિશન રદ કરવા માટે પર્યાપ્ત ગણી શકાય નહીં. બીજું ૮, જુલાઇના આદેશ પૂર્વે ૫૩૫ હિંદુઓ અને ૫૧૩ મુસ્લિમો સામે ચાર્જશીટ દાખલ કર્યાના પોલીસના દાવાને ૮, જુલાઇના ઓર્ડર દ્વારા કોઇ પૂર્વગ્રહ થયો નથી એવા પુરાવા તરીકે તેને ટાંકી શકાય નહીં.
ત્રીજુ ૮, જુલાઇના દિલ્હી પોલીસના આદેશને રદબાતલ ઠરાવવા માટે જસ્ટીસ કાયતના ઇન્કારનો બચાવ થઇ શકે તેમ નથી કારણ કે તેમના ચુકાદામાં દિલ્હી પોલીસ દ્વારા દસ્તાવેજમાં તપાસ અધિકારીઓને જાહેર કરેલ સૂચનાઓને સ્પષ્ટપણે અમાન્ય ઠરાવે છે. આમ દિલ્હી પોલીસનો હિંદુ તરફી આદેશ રદબાતલ ઠરાવવાનો ઇન્કાર કરતાં હાઇકોર્ટનો ચુકાદો ક્ષતિયુક્ત છે. હાઇકોર્ટ કહે છે કે કોઇ પૂર્વગ્રહ દાખવવામાં આવ્યો નથી તેમ છતાં તપાસ અધિકારીઓને આ જ દસ્તાવેજમાં તેમના જારી કરાયેલ સત્તાવાર સૂચનાઓની ઉપેક્ષા કરવા જણાવે છે.
(સૌ. : ધ વાયર.ઈન)