(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૨
એક વિચિત્ર વાત કરી બંગાળ ભાજપના પ્રમુખ દિલીપ ઘોષે કહ્યું કે, જે લોકોને હિંદુ-દેવીદેવતાઓની કૃપા છે. તેમને કોરોના વાયરસનો ડર રાખવાની જરૂર નથી. તેમને કોરોનાનો ચેપ અસર નહીં કરે. બંગાળ ભાજપના પ્રમુખ દિલીપ ઘોષ પૂર્વ મિદનાપુર જિલ્લામાં નારાયણગંજ ખાતે એક દેવીના ધાર્મિક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે, જુઓ અહિંયા ઘણા બધા લોકો એકઠા થયા છે. હજારો પૂજાપાઠ કરે છે. પાણી-પ્રસાદ ગ્રહણ કરે છે. તેઓ હાથ પણ ધોતા નથી. તેમને રોગનો ડર નથી. જ્યારે બીજા દેશોમાં કરોડો લોકો ઘરમાં પૂરાઈ ગયા છે. તેઓ ચાંદ પર ગયા પરનું હવે ઘરની બહાર જઈ શકતા નથી. ઘોષ બેફામ નિવેદનો માટે જાણીતા છે. તેમણે અગાઉ કહ્યું હતું કે, ભારતીય ગૌમાતાના દૂધમાં સોનુ છે.